રાજકોટ રેન્જના ડી.આઇ.જી.પી. સંદીપ સિંહ સાહેબ દ્રારા રાજકોટ રેન્જમાં ઇન્ટરનેટ અને કોમ્યુનીકેશનના માધ્યમથી જુગાર રમી રમાડતા ઇસમોને પકડી પાડવા માટે સાયબર ક્રાઇમ પીઆઈ આર.એ.ડોડીયા નાઓને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ જે થી મદારસિહ મોરી, રસીકભાઇ પટેલ તથા કૌશીકભાઇ મણવર નાઓએ મળેલ બાતમી આધારે મોરબી જીલ્લાના સીટી-બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારના એલ.ઇ.કોલેજ ગ્રાઉન્ડના મકાન નજીક એક ઇસમ સીડની થન્ડર ટી-૨૦ મેચ ઉપર મોબાઇલ કોમ્યુનીકેશન મારફતે નસીબ ઉપર આધારીત પૈસાની હારજીતના બેટીંગના સોદાઓ કરી ક્રીકેટ મેચના સટ્ટાનો જુગાર રમતા વ્યક્તિ અમીત પ્રવીણભાઇ ધુળશીયા રહે. ઉમાટાઉનશીપ મોરબી વાળાને રોકડા રૂ.૨,૦૨૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૧ કી.રૂ.૨,૦૦૦/- તથા મોટરસાયકલ. કિ.રૂ.૨૦,૦૦૦/- મળી કુલ રૂ.૨૪,૦૨૦/- ના મુદામાલ સાથે પકડી પાડયા હતા સાથે જ ટીનાભાઇ પટેલ રહે.મહેસાણા અને વિશાલ ઉર્ફે પ્રવીણ પટેલ રહે. મહેસાણા ની પણ સટ્ટો રમાડી હાર જીતનો જુગાર રમાડતા પકડી પાડ્યા હતા જેમાં તમામ આરોપીઓની ધરપકડ કરી જુગારધારા મુજબનો બી ડીવીઝન પોલીસમથકમાં ગુન્હો નોંધાવી આગળની કાર્યવાહી બી ડીવીઝન પોલીસે હાથ ધરી છે.