મોરબીમાં રહેતા અને મૂળ જોધપર નદી ગામના મૂળ સ્વ.ભાનુમતિબેન નીતીનભાઇ ઘોરેચા ઉ.વષૅ ૬૨ નું નિધન થયું છે. જે સ્વ.નીતીનભાઇના ધર્મ પત્ની, સ્વ.ભુદરભાઇ ગણેશભાઈ તથા ગં. સ્વ. ભારતીબેનના પુત્રવધુ તેમજ રિતેશભાઇ અને ચેતનભાઇના માતુશ્રી, સ્વ.શિરીષભાઈ, શૈલેષભાઈ અને રાજુભાઈના ભાભી તેમજ સ્વ.શાંતિભાઇ તથા ગં.સ્વ. ચંપાબેન ભાડેશીયાની દિકરી તથા નારણભાઈ, ડો.જયંતિભાઇ, ડો.હરેશભાઇ, રંજનબેન તથા ઉષાબેનના બેનનુ તા.૨૮/૦૩/૨૦૨૪ ને ગુરૂવારના રોજ સ્વર્ગવાસ પામેલ છે. જેમનું સદગતનુ બેસણું તા. ૦૧/૦૪/૨૦૨૪ ને સોમવારના રોજ સાંજે ૫:૦૦ થી ૬:૦૦ વાગ્યા સુધી મોરબીના મ્યુન્સીપાલ્ટી કોમ્યુનિટી હોલ, કાયાજી પ્લોટ રાખેલ છે.