હળવદ તાલુકાના ગ્રામ્ય પંથકમાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે, ફરિયાદને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ તાલુકાના ગ્રામ્ય પંથકની રહેવાસી સગીરાનું અપહરણ થયાની તેનાં કાકાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે સગીર વયની ભત્રીજીને આરોપી કરશન ભરત રાતૈયા (રહે. ગોલાસણ તા. હળવદ) વાળો શખ્શ લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવી ભગાડી ગયો છે. હળવદ પોલીસે સગીરાનાં અપહરણનો ગુન્હો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.