મોરબીના વીસીપરામાં રહેતી સગીર વયની દીકરીએ પોતાના ઘરની અંદર કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો આ બનાવની જાણ પોલીસને જાણ કરવામાં આવી હતી
પોલીસ પાસેથી મળતી વિગત મુજબ મોરબીના વીસીપર મા વિસ્તારમાં આવેલ અમરેલી રોડ ઉપર રહેતા ચતુરભાઈ અખાણીયાની દીકરી અનિતાબેને પોતાના જ ઘરે ગળેફાંસો ખાઇને આપઘાત કર્યો હતો બનાવની જાણ થતાં મોરબી બી ડિવિઝન પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સગીરાના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો આ બનાવની હાલમાં બી ડિવિઝન પોલીસના હકાભાઈ ચૌહાણ સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, અનિતાબેને ઘરકામ બાબતે નાની બેન સાથે બોલાચાલી થઈ હતી જે બાબતે લાગી આવતા તેને ગળેફાસો ખાઇને આપઘાત કરી લીધો છે