Wednesday, October 30, 2024
HomeGujaratમોરબી એસપી-ડીવાયએસપીને સલામ! કડકડતી ઠંડીમાં રાત્રી સફાઈ કામદારોને ધાબળા વિતરણ કરી હૂંફ...

મોરબી એસપી-ડીવાયએસપીને સલામ! કડકડતી ઠંડીમાં રાત્રી સફાઈ કામદારોને ધાબળા વિતરણ કરી હૂંફ આપી

શિયાળાની બરોબરની જમાવટને પગલે મોરબી સહિત સૌરાષ્ટ્રભરમાં હાડ થીજવતી કાતિલ ઠંડી પડી રહી છે.આવી સ્થિતિમાં રાત્રી દરમ્યાન સફાઈ કામ કરતા સફાઈ કર્મચારીઓને રાત્રિ ફરજ દરમ્યાન કામ કરવું કપરું બની જતું હોવાથી આ લોકોની પરેશાની પારખી મોરબી જિલ્લા પોલીસ વડા, ડીવાયએસપી અને એસસી એસટી સેલ કચેરી દ્વારા મજૂરોની રૂબરૂ મુલાકાત લઈ ધાબળા વિતરણ કરી કડકડતી ઠંડીમાં હૂંફ આપવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

શિયાળાની ઋતુને લઈને રાજ્યના અન્ય શહેરોની માફક મોરબી જિલ્લામાં પણ દિવસેને દિવસે ઠંડી જોર પકડી રહી છે ત્યારે ઠંડીના ચમકારો વધતા ચમકારા વચ્ચે મોરબી શહેરમાં જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા અને નવનિયુક્ત ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાય તથા એસસી એસટી સેલ કચેરી દ્વારા સરાહનીય કાર્ય કરવામાં આવ્યું હતું. મોરબી શહેરને ચોખ્ખુચણક અને સ્વચ્છ રાખવામાં જેનો મહત્વનો ભાગ છે તેવા રાત્રી દરમ્યાન સફાઈ કામ કરતા સફાઈ કર્મચારીઓને
કડકડતી ઠંડીમાં હૂંફ મળે તે માટે તેના પ્રત્યે સહાનુભૂતિ દાખવી સુબોધ ઓડેદરા અને ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાય સહિતનાઓએ રાત્રી ફરજ દરમિયાન મોરબીના ત્રિકોણબાગ અને નગરપાલિકા કચેરી, ડો. બાબા સાહેબ આંબેડકર સાહેબના સ્ટેચ્યુ પાસે મજૂરોની રૂબરૂ મુલાકાત લઈ ધાબળા અને ગરમ વસ્ત્રોનું વિતરણ કર્યું હતું.જરૂરિયાતમંદ લોકો પોલીસ અધિકારીઓએ સરાહનીય કાર્ય કરી સહાનુભૂતિનો અહેસાસ દાખવી સંવેદનશીલતાનો અનુભવ કરાવતા મોરબીવાસીઓએ આ કામગીરીને બિરદાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!