વધતા જતાં કોવિડ-૧૯ના સંક્રમણ વચ્ચે મોરબી પાલિકા એક્શન મોડમાં આવી છે અને ગઈકાલે શહેરના વિવિધ વિસ્તારોમાં રાત્રી દરમિયાન સેનીટાઇઝરનો છંટકાવ કરવામાં આવતો હતો.
મોરબી પાલિકા દ્વારા ગઈકાલે શુક્રવારે મોડી રાત્રે શનાળા રોડ, નવા બસસ્ટેન્ડ, નહેરુગેટ ચોક, ગાંધીચોક સહિતના વિસ્તારોમાં સેનિટાઈઝેશનની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. મળતી માહિતી મુજબ દરરોજ રાત્રે અલગ અલગ વિસ્તારોમાં આ કામગીરી આવનારા દિવસોમાં પણ ચાલુ રહેશે.આ સંજોગોમાં નગરજનોએ પણ આ લડાઈમાં પોતાનો સહયોગ આપવો જરૂરી બન્યો છે. જાહેર જગ્યાઓ પર માસ્ક હંમેશા પહેરીને રાખવું, સામાજિક અંતર જાળવવું અને ભીડ એકઠી ન કરીને તંત્રને સહયોગ આપી એક જવાબદાર નાગરિક તરીકેની ભૂમિકા ભજવવી સાંપ્રત સમયની માંગ છે.