ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિનંતી પર સંયક્ત રાષ્ટ્રે 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાની ઘોષણા કરી છે. જેના અનુસંધાને આજરોજ સાપકડા ગામે અમૃતસરોવર ખાતે તાલુકા કક્ષાની વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ વૃક્ષા રોપણનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો.
યોગ એ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સાધના પ્રાપ્ત કરવાનો પ્રાચીન માર્ગ છે. મુખ્યત્વે ભારતમાં ઉદ્ભવતા, ‘યોગ’ શબ્દ સંસ્કૃતમાંથી આવ્યો છે, જેનો અર્થ થાય છે એક થવું. આ એકતા ચેતના સાથે શરીરના અંતિમ જોડાણને દર્શાવે છે અને આ રીતે નિશ્ચિત શાંતિ પ્રાપ્ત કરે છે. યોગની સાર્વત્રિક અપીલને ઓળખીને, 11 ડિસેમ્બર 2014ના રોજ, સંયુક્ત રાષ્ટ્ર સંઘે 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ચિહ્નિત કરવાની જાહેરાત કરી હતી. જેના અનુસંધાને આજરોજ સાપકડા ગામે અમૃતસરોવર ખાતે તાલુકા કક્ષાના વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મામલતદાર અને તાલુકા વિકાસ અધિકરીના હસ્તે વૃક્ષા રોપણ કરવામાં આવ્યું હતું. આ તકે મામલતદાર ચિંતનભાઈ આચાર્ય, તાલુકા વિકાસ અધિકારી મેહુલભાઈ સિંધવ, તાલુકા પ્રાથમીક શિક્ષણાધિકારી, સાપકડા ગામના સરપંચ નટુભાઈ કણ ઝરીયા, તલાટી કમ મંત્રી પી.સી. કણઝરીયા, પ્રાથમીક શાળાનો તમામ સ્ટાફ, ગ્રામજનો, આરોગ્ય કર્મચારી, તાલુકા પંચાયતનો તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.