Saturday, July 27, 2024
HomeGujaratહળવદ શ્રી દિઘડિયા પ્રાથમિક શાળામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી : શાળાના બાળકોને...

હળવદ શ્રી દિઘડિયા પ્રાથમિક શાળામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી : શાળાના બાળકોને પ્રવેશ કીટ અપાઈ

વિશ્વભરમાં આજે વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે દેશભરમાં વિવિધ સ્થળોએ યોગ ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આજે શ્રી દિઘડિયા પ્રાથમિક શાળામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ શાળાના બાળકોને પ્રવેશ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

શ્રી દિઘડિયા પ્રાથમિક શાળામાં આજરોજ 21મી જૂન 2023 ના દિવસે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સરપંચ, ઉપસરપંચ તથા એસ.એમ.સી સભ્યો, વાલીગણ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. અને યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો. સાથે ચાલુ વર્ષમાં ધોરણ ૧ અને બાલવાટિકામાં પ્રવેશ મેળવેલ કુલ બાળકો – 65ને દિઘડિયા ગામના પૂર્વ કેબિનેટ મંત્રી ગુજરાત રાજ્ય સ્વ. જીવુભાબાપુ ગેલુભાબાપુ ઝાલાના પરિવાર તરફથી શાળાના બાળકોને પ્રવેશ કીટ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. જેનું તાલુકા ભાજપ ઉપપ્રમુખ હરદેવસિંહ ઝાલાના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું અને શાળાના પ્રતિભાશાળી બાળક તથા ધોરણ ત્રણથી આઠમાં પ્રથમ નંબર મેળવેલ બાળકોને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને રામદેવસિંહ ઝાલા તથા અરવિંદભાઈ સાધુ તરફથી રોકડ પુરસ્કાર શ્રી દિઘડીયા પ્રાથમિક શાળાના બાળકોને આપેલ હતા. જેમાં શાળાના સ્ટાફની કામગીરીને બિરદાવવામાં આવી હતી.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!