વિધાર્થીઓમાં રહેલ શુસુપ્ત શક્તિઓને ખીલવવાના ઉમદા ભાવ સાથે મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા 12 માં સરસ્વતી સન્માન સમારોહનું જબરદસ્ત આયોજન કરવામા આવ્યું હતું. જેમાં સંતો મહંતો સહિત મોટી સંખ્યામાં આહીર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
દર વર્ષની પરંપરા અનુસાર આ વર્ષેના 12 માં સરસ્વતી સન્માન સમારોહનું મોરબીના મહેન્દ્રસિંહજી ટાઉન હોલના આંગણે આયોજન કરાયું હતું. મોરબી આહીર સમાજના મંત્રી ચંદુભાઈ હૂંબલના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ કાર્યક્રમમાં વવાણીયા માતૃશ્રી રામબાઇમાની જગ્યાના મહંત શ્રી જગન્નાથ મહારાજના હસ્તે દીપ પ્રાગટય કરવામાં આવ્યું હતું. ત્યારબાદ અગ્રણીઓના હસ્તે ઉચ્ચ ગુણ મેળવેલ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.આ તકે એડી. કલેકટર અને જનરલ મેનેજર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લી. ગાંધીનગર – મહિલા અને બાળ વિકાસ વિભાગના જયશ્રીબેન જરૂ અને જામનગરના સિનિયર એડવોકેટ તથા સ્પર્ધાત્મક પરીક્ષાના માર્ગદર્શક વી. એચ. કનારાએ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું.
આ અવસરે અનેક સંતો મહંતો અને રાજ્યભરમાં અનેક જગ્યાએ સેવા આપતા આહીર સમાજના અગ્રણીઓ, અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા સૌનો આભાર મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ મંત્રી માયુરભાઈ ગજિયા અને પ્રમુખ અજયભાઈ ડાંગર સહિત કર્મચારી મંડળના સભ્યોએ માન્યો હતો.