Saturday, April 20, 2024
HomeGujaratઅરેરાટી: ટંકારાના મીતાણા નજીક કારખાનામા અકસ્માતે લોડર અને દીવાલ વચ્ચે દબાઈ જવાથી...

અરેરાટી: ટંકારાના મીતાણા નજીક કારખાનામા અકસ્માતે લોડર અને દીવાલ વચ્ચે દબાઈ જવાથી બે મહિલાના મોત

ટંકારા તાલુકાની મિતાણા ચોકડી નજીક આવેલ કારખાનામાં અકસ્માતનો બનાવ સામે આવ્યો છે જેમાં કારખાનામાં કામ દરમિયાન લોડર દીવાલ સાથે અથડાતા કામ કરતી બે શ્રમિક મહિલાના દબાઈ જવાથી કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા જેને લઈને સમગ્ર પંથકમાં અરેરાટી મચી જવા પામી છે. બનાવને પગલે સ્થાનીક પોલીસ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.

- Advertisement -
- Advertisement -

આ ગોઝારા અકસ્માતની જાણવા મળતી વિગત અનુસાર ટંકારા તાલુકાના મીતાણા ચોકડીથી નેકનામને જોડતા માર્ગ પર આવેલ એન્ટીટી રોક એલ.એલ.પી જીપ્સન બોર્ડ નામના કારખાનામા કમલાબેન શાંતિલાલ બામન અને
સુકલીબેન શૈલેષભાઈ ધાણક નામની બે શ્રમિક મહિલા લોડરના બકેટમાં માટી નાખવાનું કામ કરતી હતી આ દરમિયાન અચાનક લોડર ચાલુ થઇ દિવાસ સાથે ભટકાયું હતું જેમાં લોડર અને દીવાલ વચ્ચે દબાઈને ચગદાઈ જતા સુકલીબેન શૈલેષભાઈ ધાણકને કમરના ભાગે તથા કમલાબેન શાંતિલાલ બામનનેગંભીર ઈજા પહોંચી હતી. જે અંગે જાણ થતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી પરંતુ સારવાર દરમિયાન કાળ આંબી જતા બનેના મોત નીપજ્યા હતા.બીજી તરફ અકસ્માત અંગે પોલીસને જાણ થતા ટંકારા પોલીસે તાત્કાલિક દોડી જઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!