સમસ્ત બ્રહ્મસમાજ મોરબી ની યાદી જણાવે છે કે આગામી સમયમાં તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવશે
ધોરણ કેજી થી 12 તેમજ ઉચ્ચ અભ્યાસક્રમમાં પરિણામ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવશે
ધોરણ-૬ થી ૧૨ માં શાળાકીય વાર્ષિક મૂલ્યાંકનના આધારે 1 થી 10 પ્રાપ્તાંક મેળવતા વિદ્યાર્થીઓની લેવલ ટેસ્ટ લેવામાં આવશે.જેમાં શાળા નાં પરિણામ અને લેવલ ટેસ્ટ ના મેરીટ નાં આધારે પ્રથમ 3 નંબર ને શિલ્ડ અને પ્રમાણ પત્ર દ્વારા સન્માનવામાં આવશે. બાકીના વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવશે બાકીના તમામ ધોરણમાં શાળાકીય કે સંસ્થાકિય વાર્ષિક પરિણામને આધારે એક થી ત્રણ ક્રમાંક નક્કી કરવામાં આવશે આ ઉપરાંત બ્રહ્મ પરિવારના કોઈ વિદ્યાર્થીઓ/ વ્યક્તિઓને કોઈ પણ ક્ષેત્રમાં (GPSC વર્ગ – 1,2,3 માં નિમણુંક પામેલ અધિકારી,કલા ,રમત ગમત, યોગ, વ્યાયામ, શિક્ષણ વગેરે ક્ષેત્રમાં) રાજ્ય કક્ષાએ ભાગ લીધો હોય કે વિજેતા થયા હોય તેવા તમામ ને વિશેષ સન્માન આપવામાં આવશે. ઉચ્ચ કક્ષાએ ભણીને વિશેષ ઉપલબ્ધિઓ પદવી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ/વ્યક્તિઓને પણ સન્માનિત કરવામાં આવશે આ માટે પોતાનું પરિણામ /પ્રમાણપત્ર/શિલ્ડની ફોટો કોપી નકલ આપવાની રહેશે
સમસ્ત બ્રહ્મસમાજ મોરબીના તમામ પરિવારના વિદ્યાર્થીઓ નીચેના સ્થળ પર પોતાનું ગત વાર્ષિક પરીક્ષાનું પરિણામ તારીખ 10-09-2021 થી 20-09-2021સુધી માં પોતાનું પરિણામ પહોંચાડી શકે છે ત્યાર બાદ પરિણામસ્વીકારવામાં આવશે નહિ.સાર્થક વિદ્યામંદિર -મોરબી 2 ઓરિએન્ટલ ક્લાસીસ-મોરબી 2.પી જી પટેલ કોલેજ-સનાળા રોડનવનિર્માણ ક્લાસીસ- જૂના મહાજન ચોકલાભએસોસીએટ-રવાપર રોડડો.બી.કે.લહેરુ-શનાળા રોડડો. બળવંતભાઈ પંડ્યાનું દવાખાનુ- વાઘપરાગાયત્રી જનરલ સ્ટોર્સ – ક્રિષ્ના ટ્રાવેલ્સ ની બાજુમાંભારતી વિદ્યાલય-મોરબી 2વિજ્ઞેશમ ક્લાસીસ-વાવડી રોડવધુ માહિતી માટે સંપર્કકેયુરભાઈ પંડ્યા – 9429484440 અમુલભાઈ જોષી – 9227100011 સમસ્ત બ્રહ્મસમાજની યાદીમાં જણાવ્યું છે