માળીયા (મી.) તાલુકાના તરઘરી ગામમાં રહેતા પરિવારના મોભીને કેન્સર થતા પરિવારજનોને આવકનો પ્રશ્ન ઉભો થતા સ્વયમ્ સૈનિક દળ અને વીર મેઘમાયા યુવા ગ્રુપ આવકારદાયક પગલું ભરી આવક માટે જનરલ સ્ટોર બનાવી આપ્યો હતો.જેનો તરઘરી ગામના સરપંચ સાગરભાઈ ફુલતરિયા દ્વારા બાબાસાહેબ આબેડકરને ફૂલ અર્પણ કરી જનરલ સ્ટોરનો પ્રારંભ કરાયો હતો.
માળીયા તાલુકાના તરઘરી ગામમાં રહેતા મૂછડીયા પરિવારના મોભી અને જેના પર સંપૂર્ણ પરિવારની જવાબદારી છે તેવા ગૌતમભાઈ રૂડાભાઈ મૂછડીયાને કેન્સરની બીમારી લાગુ પડતા પરિવારની આર્થિક સ્થિતિ દયનિય બની હતી જે અંગે સ્વયમ્ સૈનિક દળના સૈનિક અને વીર મેઘમાયા યુવા ગ્રુપના સભ્યોને જાણ થતા તેઓએ આ પરિવારને મદદરૂપ થવાના ઉંમદા ભાવ સાથે વીર મેઘયા કિરાણા એન્ડ જનરલ સ્ટોર્સ નામની દુકાન બનાવી આપી હતી.સેવાભાવીઓ દ્વારા આ દુકાનનો તમામ ખર્ચ ઉઠાવી દુકાન બનાવી આપી અનુકરણીય પગલું ભર્યું છે. જે દુકાનનું ઉદ્ઘાટન તરઘરી ગામના યુવા સરપંચ સાગરભાઈ ફુલતરિયા દ્વારા ડૉ. બાબાસાહેબને ફૂલ અર્પણ કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ તકે સેવાભાવીનો પરિવારજનોએ આભાર વ્યક્ત કર્યો હતો.