હળવદ તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારને આવેદનપત્ર આપ્યું
હળવદ સહિત સમગ્ર ગુજરાતમાં તલાટી મંત્રીઓ અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતર્યા છે જે હડતાલ ને અગાઉ વીસીઇઓએ પણ ટેકો જાહેર કર્યો છે જેમાં હવે હળવદ તાલુકાના સરપંચો એ પણ સમર્થન જાહેર કર્યું છે અને ગ્રામપંચાયતોની કામગીરી ખોરવાઈ છે. અરજદારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.અને સરકાર તેમને પડતર પ્રશ્ને ન્યાય આપે અને તલાટીઓની હડતાલથી ગ્રામ પંચાયત અને મહેસુલી તેમજ વહીવટી કામમાં અસર જોવા મળે છે તેવી માંગ સાથે હળવદ તાલુકા પંચાયત ખાતે તલાટીઓ ના સમથૅન માં તાલુકાના સરપંચો દ્વારા તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું.