14 ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઈન ડે. દુનિયામાં આ દિવસને પ્રેમીઓના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જ્યાં એક પ્રેમીઓ, નવ દંપતીઓ, કપલ્સ પોતાના લાઇફ પાર્ટનરને વિશેષ ગિફ્ટ આપીને આ દિવસની ઉજવણી કરતા હોય છે. ત્યારે મોરબીની સાર્થક વિદ્યામંદિરમાં આ દિવસ માતા-પિતા પૂજન દિવસ અને 16ની ફેબ્રુઆરીએ સૂર્ય નમસ્કાર દિવસ તરીકે ઉજવાશે.
આગામી તારીખ 14 ફેબ્રુઆરીના રોજ વિશ્વમાં અલગ અલગ જગ્યાએ જ્યારે વેલેન્ટાઈન ડે ઉજવવાની પરંપરા છે ત્યારે મોરબીની સાર્થક વિદ્યામંદિર શાળા આ દિવસને માતા પિતા પૂજન દિવસ તરીકે ઉજવશે. આ જ દિવસે મહાસુદ પાંચમના રોજ વસંત પંચમી પણ હોય શ્રી સરસ્વતી મા નુ પૂજન પણ કરવામાં આવશે. શાળામાં ભણતા વિદ્યાર્થીઓ પોતાના માતા પિતાનું પૂજન કરશે. અને સંસારમાં માતા પિતાના મહત્વનો સંદેશ આપશે. તેમજ સવારથી સરસ્વતી પૂજનનું આયોજન પણ કરવામાં આવશે. આજ અઠવાડિયામાં તારીખ 16 ફેબ્રુઆરી 2024 ના રોજ મહાસુદ સાતમ એટલે કે રથ સપ્તમી આરોગ્ય સપ્તમીના દિવસે સૂર્ય નમસ્કાર દિવસ ઉજવવાની પરંપરા છે. શાળાના વિદ્યાર્થીઓ સૂર્ય નમસ્કાર દ્વારા આ દિવસની ઉજવણી કરશે. આરોગ્યની મહત્વતા સાથે સૂર્ય નમસ્કાર એક સંપૂર્ણ યોગ કઈ રીતે છે તેનું મહત્વ સમજશે. ઉલ્લેખનીય છે કે આ દિવસ નર્મદા જયંતી તરીકે પણ ઉજવવામાં આવે છે