મોરબીમાં હજુ પણ જે સત્ય ને અનુસરે છે તેના માટે સતયુગ છે અને જે દંભને અનુસરે છે તેના માટે કળિયુગ છે તેવી ઘટના બની છે
મોરબી શહેરમાં ધર્મલાભ સોસાયટીમાં રહેતા અને ટંકારાના બંગાવડી ગામે આચાર્ય તરીકે ફરજ બજાવતા ભાવેશભાઈ કરમશીભાઈ જીવાણીને ગઈકાલે તા. ૧૪ ના રોજ સાંજે મોરબીના શનાળા રોડ પર મહેશ હોટલ નજીકથી એક થેલો મળ્યો હતો જે થેલામાં રોકડા રૂપિયા પાંચ લાખની અન કારની ચાવી તેમજ ડાયરી હતી ત્યારે શિક્ષક ભાવેશભાઈએ પોતાને મળેલી થેલીની વિગત અને મોબાઈલ નમબર સાથે મેસેજ સોશ્યલ મિડિયા મારફત વાયરલ કરી મૂળ માલિકને શોધવા પ્રયત્ન કર્યો હતો અને જોત જોતામાં આ મેસેજ આ થેલાના મૂળ માલિક મહેશભાઈ નરશીભાઈ શેરસીયા શ્રીજી સ્ટીલ, લાતી પ્લોટ વાળાએ ભાવેશભાઈનો મોબાઈલ પર સંપર્ક કર્યો હતો જેમાં શિક્ષક ભાવેશભાઈએ થેલાના માલિકીની ખરાઈ કરી રોકડ રૂ. પાંચ લાખ કારની ચાવી અને ડાયરી મૂળ માલિક મહેશભાઈને સોંપી હતી ત્યારે મોરબીના ભાવેશભાઈએ રૂ. પાંચ લાખ જેવી રકમ માટે કોઈ લોભ પ્રલોભનમાં આવ્યા વિના નિ:સ્વાર્થભાવે સોશ્યલ મીડિયાના માધ્યમથી મહેશભાઈને પરત કરી હતી અને શિક્ષકના ગુણને ખરા અર્થમાં સાર્થક કર્યું છે. આ ઘટના પરથી એક વાત સાબિત થઈ જાય છે કે જે લોકો સત્યના પથ પર ચાલે છે તેના માટે હજુ સતયુગ જ છે જેને મદદ કરવા ઈશ્વર પણ આવી જાય છે.