Sunday, September 8, 2024
HomeGujaratપર્યાવરણ બચાવો:મોરબી સિરામિક એસોસિયેશન અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સંયુક્ત ઉપક્રમે સેમિનાર યોજાયો

પર્યાવરણ બચાવો:મોરબી સિરામિક એસોસિયેશન અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સંયુક્ત ઉપક્રમે સેમિનાર યોજાયો

આજ રોજ મોરબી સીરામીક એસોસીએશન હોલ ખાતે સીપીસીબીના મદદનીશ નિયામક અમિત ઠક્કર તથા જીપીસીબી પ્રાદેશીક કચેરી – મોરબીના ઈન્ચાર્જ પ્રાદેશિક અધિકારી એમ. એન. સોની તથા મદદનીશ પર્યાવરણ ઈજનેર એમ.એમ.ખીમસુરીયા તથા મોરબી સીરામીક એસોસીએશનના સયુંક્ત ઉપક્રમે Mission LiFE – Life Style For Environment વિષય પર સેમીનાર યોજવામાં આવેલ હતો.

- Advertisement -
- Advertisement -

જેમાં ઉપસ્થિત સીરામીક ઉધ્યોગકારોને અધિકારીઓ દ્વારા વેસ્ટ રીડકશન તથા રીયુઝ / રીસાઈકલ કરવા માટે માહીતગાર કરવામાં આવેલ અંને Mission LiFE અંતર્ગત પ્રતિજ્ઞા લેવામાં આવેલ હતી. વધુમાં સીરામીક એસોસીએશન દ્રારા જણાવવામાં આવેલ કે અગાઉ ના વર્ષોમાં જે સીરામીક એકમ ની ઉત્પાદન કરવાની જે પધ્ધતિ હતી તે હવેના સમયમાં ફેરફાર કરીને નવી અત્યાધુનીક ટેકનોલોજી વાળા પ્લાન્ટ મશીનરી પ્રસ્થાપિત કરીને ઉત્પાદન કરવામાં આવે છે અને વધુમાં જણાવેલ કે હાલમાં સીરામીક એકમમાંથી ઉદભવતુ ગંદુ પાણીને સેટલીંગ કર્યાબાદ ફરીથી પ્રોસેસમાં સંપુર્ણ રીયુજ કરવામાં આવે છે અને ઈટીપી વેસ્ટને પણ સંપુર્ણ રીયુઝ કરવામાં આવે છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!