Tuesday, November 26, 2024
HomeGujaratમોરબી પોલીસે સ્વજનના મૃતદેહ લેવા આવેલા પંજાબના શ્રમિક પરિવારને બે દિવસ સાચવી...

મોરબી પોલીસે સ્વજનના મૃતદેહ લેવા આવેલા પંજાબના શ્રમિક પરિવારને બે દિવસ સાચવી પરત મોકલી માનવતા મહેકાવી

મોરબી પોલીસ પ્રજાના ખરા અર્થમાં પ્રજાનો મિત્ર સાબિત કરવામાં સફળ રહી છે જેમાં આ કેસની વિગત જાણવા જઈએ તો ગત તારીખ 31 ડિસેમ્બર ના રોજ મોરબી શહેરના બી ડીવીઝન વિસ્તારમાં એક શ્રમિક ટીન્કુકુમાર સુરખાનસિંગ નું ઘૂટુ રોડ પર આવેલ સનવર્લ્ડ સીરામીક સામે ના કુવામાં પડી જતાં મોત નીપજ્યું હતું જેમાં ઘટનાની જાણ થતાં જ મોરબી શહેરના બી ડીવીઝન પોલીસ મથકમાં જાણ થતાં જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા ની સૂચનાથી બી ડીવીઝન પીઆઇ વિરલ પટેલ દ્વારા આ મૃતકના પરિવાર જનોને જાણ કરી બોલાવવામાં આવ્યા હતા જેમાં આ બનાવની તપાસ કરતા ફિરોઝભાઈ સંધી દ્વારા મૃતક ના પરિવાર જનોનો સંપર્ક કરી પંજાબ થી મોરબી મૃતદેહ લાવવા બોલાવ્યાં હતાં.

- Advertisement -
- Advertisement -

અહીંયા આવ્યા બાદ મૃતક યુવાનના ભાઈ પ્રદીપકુમાર કશ્યપ રહે ફાજલકા ,અબોહર પંજાબ વાળા સાથે બે મહિલા અને પરિવાર જનોને બોલાવતાં પરિવાર જનોએ અહીંયા પોતાનું કોઈ ન હોવાનું પોલીસ સમક્ષ જણાવ્યું હતું અને મૃતક ની અંતિમ વિધિ પણ અહીંયા જ કરવાની હોવાનું જણાવ્યું હતું જેથી મોરબી શહેર બી ડીવીઝન પીઆઇ વિરલ પટેલ દ્વારા તમામ વ્યક્તિઓને રહેવા જમવાની સુવિધા કરવાનું કહેતા તપાસનિશ પોલીસકર્મી ફિરોઝભાઈ સંધીએ તમામને ખાનગી હોટેલમાં રહેવાની અને જમવાની બે દિવસની સુવિધા કરી અને મૃતકની અંતિમવિધિની તમામ તૈયારીઓ બી ડીવીઝન પોલીસ દ્વારા કરી માનવતા મહેકાવી હતી અને પ્રજા નો સાચો મિત્ર પોલીસ હોવાનુ પુરવાર કર્યું હતું .ઉલ્લેખનિય છે કે પોલીસને અનેકરૂપમાં લોકોએ જોયા હશે ત્યારે બધી આંગળીઓ સરખી નથી હોતી તેમ અન્ય રાજ્યમાંથી આવતા એક સામાન્ય શ્રમિક પરિવારજનોને ખરા અર્થમાં મદદ કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!