મોરબીમાં નાની મોટી બાબતે મોટું સ્વરૂપ ધારણ કરી ને મારા મરીના બનાવો અવાર નવાર સામે આવતા હોય છે જેમાં ક્યારેક અમુક પારિવારિક સમસ્યાઓ જે વડીલો સાથે બેસીને નિરાકરણ કરી શકાય તેવી બાબતો માં ક્ષણિક ક્રોધ માં આવી ને લોકો ગુનો કરી બેસે છે.
એવો જ એક બનાવ મોરબીમાં સામે આવ્યો છે જેમાં મોરબીમાં રહેતા કમલેશભાઈ અરજણભાઇ ડાભી નામના યુવક પંચાસર રોડ પર મામાં દેવના મંદિર પાસેથી પસાર થઈ રહ્યો હતો જે દરમિયાન યુવકનો સાળો જયંતીભાઈ નરશી ભાઈ કણજરિયા અને તેની સાથે જગાભાઈ રામજી ભાઈ કણજરિયા તેમજ હસુભાઈ નામના ત્રણ વ્યક્તિએ ફરીયાદી નુ મોટરસાઇકલ ઉભુ રખાવ્યું હતું જે બાદ આરોપી જયંતિ ભાઈએ ફરિયાદી ને કહ્યું હતું કે મારી બેન ને કેમ માર મારો છો તેમ કહી ગાળો આપવા લાગેલ હતો જેથી ફરીયાદી ગાળો બોલવાની ના પાડતાં આરોપી જયંતિ અને આરોપી હસુ એ ફરીયાદી ને પકડી રાખ્યા હતા અને આરોપી જગાભાઈ ફરિયાદીને લોખંડના પાઇપ વડે માથામાં ઘા માર્યો હતો અને ત્રણે આરોપીએ ઢી કા પાટું નો માર મારતા ફરીયાદી ગંભીર ઈજાગ્રસ્ત થયા હતા અને તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જેથી સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.