મોરબી જિલ્લામાં અસામાજીક તત્વોને જાણે પોલીસનો કોઈ ખોફ જ ન હોય તેમ શહેરમાં ભરમાં આતંક મચાવતા હોય છે અને જિલ્લાની શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરતા હોય છે. ત્યારે ગઈકાલે મોરબીનાં ઈન્દિરાનગરમા અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો અને છરી અને લોખંડની પાઇપ વડે ચાર જેટલા અસામાજિક તત્વોએ ત્રણ શખ્સો પર હિચકારો હુમલો કર્યો હતો. જે સમગ્ર મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી અનુસાર, મોરબીના ઈન્દિરાનગર પાસે રીષીભાઈ દિનેશભાઈ ચાવડા તેના મિત્ર સાથે અબ્બાસભાઈની દુકાન પાસે ઉભા હોય ત્યારે મનસુખભાઈ હનાભાઈ ચાવડા નામના આરોપીએ ફરિયાદી પાસે જઈ તને કેમ હવા ચડી ગઈ છે તેમ કહી તેને ગાળો આપી બોલાચાલી કરી ડાબા હાથના ખંભા નીચે તથા છાતીના ભાગે છરી મારતા ફરિયાદીના મિત્રે ફરિયાદીને છોડાવતા ફરિયાદી તથા તેનો મિત્ર પોતાના ઘરે જતા રહેતા ઈન્દિરાનગરમાં જ રહેતા મનસુખભાઈ હનાભાઈ ચાવડા, હકાભાઈ હનાભાઈ ચાવડા, મનીષાબેન હનાભાઈ ચાવડા અને કુસુમબેન હનાભાઈ ચાવડા ફરિયાદીનાં ઈન્દિરાનગરમાં રામાપીરના મંદીર પાસે આવેલ ઘર પાસે જઈ લોકંડના પાઈપ વડે ફરિયાળીના સાથીઓ પર તૂટી પાડ્યા હતા.અને તેમને ગંભીર ઈજાઓ કરતા તમામને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જયારે સમગ્ર મામલે રીષીભાઈ દિનેશભાઈ ચાવડાની ફરિયાદને આધારે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે આઇપીસી કલમ ૩૨૩,૩૨૪,૫૦૪,૫૦૬(૨),૧૧૪ જી.પી.એકટ-૧૩૫ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.