Saturday, April 20, 2024
HomeGujaratમોરબી રાજકોટ હાઈવે પર ટ્રક હડફેટે આવી જતા બાઈક સવાર દંપતી ગંભીર...

મોરબી રાજકોટ હાઈવે પર ટ્રક હડફેટે આવી જતા બાઈક સવાર દંપતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત

મોરબીમાં વાહન ચાલકો બેફામ રીતે પોતાનું વાહન ચલાવી અકસ્માત સર્જી રહ્યા છે. જેને લઈ પોલીસ તંત્ર દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે મોરબીના મોરબી રાજકોટ હાઈવે પાસેથી વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, માળીયા(મી)ના મોટા ભેલા ગામે રહેતા નરશીભાઈ વાલજીભાઈ બોપલીયા પત્ની શારદાબેન સાથે પોતાનું જીજે-૦૩-ઈ.એફ-૮૩૨ નંબરનું હિરો હોન્ડા પ્રો.બાઈક પર મોરબી રાજકોટ હાઈવે કેનાલ રોડ દલવાડી સર્કલ પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે પાછળથી જીજે-૩૬-વી-૮૦૮૯ નંબરના ટ્રક ચાલકે પોતાનું વાહન પુરપાટ ઝડપે ચલાવી દંપતીને હડફેટે લઈ પછાડી દેતા બંનેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેને લઈ તેઓને નજીકની હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જયારે ટ્રક ચાલક અકસ્માત સર્જી નાશી જતા સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!