Friday, January 10, 2025
HomeGujaratકરોડોનું કૌભાંડ:વાંકાનેરમાં વૃદ્ધ દંપતીને મૃત બતાવી ઈસમોએ ખોટા દસ્તાવેજો બનાવી નાખી કરોડો...

કરોડોનું કૌભાંડ:વાંકાનેરમાં વૃદ્ધ દંપતીને મૃત બતાવી ઈસમોએ ખોટા દસ્તાવેજો બનાવી નાખી કરોડો રૂપિયાની જમીન પોતાના નામે કરી લેતા ફરિયાદ નોંધાઈ

જમીન કૌભાંડિયાઓ જમીન હડપ કરવા માટે કારસા રચી પોતાનો ઇરાદો બર લાવતા હોય છે, ત્યારે આવો જ એક બનાવ વાંકાનેરથી સામે આવ્યો છે. જ્યાં મુંબઈમાં રહેતા વાંકાનેરના વૃદ્ધ દંપતીને મૃત જાહેર કરી અમુક ઈસમોએ મામલતદાર ઓફીસ વાંકાનેર તથા સબ રજીસ્ટારની કચેરી વાંકાનેર ખાતે ખોટી નોંધો પડાવવા ખોટા પેઢીઆંબા તથા સોગંધનામા બનાવી ખોટા દસ્તાવેજો ઉભા કરી સરકારી કચેરીઓમા ખરા તરીકે ઉપયોગ કરી દંપતીની જમીન પચાવી પાડતા સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મુંબઈમાં ૩૬/૯ હેમકુંજ એમ-લોટરીકર માર્ગ અરોરા સીનેમાની પાછળ કીંગ સર્કલ માટુંગા ખાતે રહેતા મૂળ દિવાનપરા વાંકાનેરના રહેવાસી રજનીકાન્ત શાન્તીલાલ સંઘવીની વાંકાનેરમાં અલગ અલગ સર્વેની નવથી વધુ જમીન તેમના નામની અને કબજાની આવેલી છે, જેમાં આરોપીઓએ જમીન માલિક રજનીકાંત અને તેના પત્ની હયાત હોવા છતાં બંનેના ખોટા મરણ સર્ટિફિકેટ રજૂ કરવામાં આવ્યા હતા.અને મામલતદાર ઓફીસ વાંકાનેર તથા સબ રજીસ્ટારની કચેરી વાંકાનેર ખાતે ખોટી નોંધો પડાવવા ખોટા પેઢીઆંબા તથા સોગંધનામા બનાવી ખોટા દસ્તાવેજો ઉભા કરી સરકારી કચેરીઓમા ખરા તરીકે ઉપયોગ કરી સુચીતભાઇ રમેશભાઇ જોષી (રહે.બજરંગવાડી શેરી નં.,પવન પાર્ક,મકાન “ઓમ” રાજકોટ) નામના શખ્સે પોતાના નામે દસ્તાવેજ લખાવી લઇ તથા રાજેશભાઇ મહેતાના પત્ની મોનાબેન રજનીકાન્ત મહેતા (રહે.બાબુ લઠાની ચાલી કાલુપુર અમદાવાદ) તથા રમેશકુમાર દતાણીના પત્ની કુસુમબેન રજનીકાન્ત મહેતા (રહે.ઉર્દુ સ્કુલ સામે, કામદાર મેદાન પાસે,ગોમતીપુર અમદાવાદ)એ દસ્તાવેજ લખી આપી તથા રમેશભાઇ ડાયાભાઇ વડોદરીયા (રહે.જકાતનાકા ગોંડલરોડ,રાજકોટ) તથા જયંતિભાઇ ધીરૂભાઇ સાકરીયા (રહે.રાધાપાર્ક-૨ માધાપર ચોકડી જામનગર રોડ રાજકોટ)એ દસ્તાવેજમા સાક્ષી તરીકે ખોટી ઓળખાણ આપી સહીઓ કરતા સમગ્ર મામલાની જાણ મુંબઈ સ્થિત મૂળ મલિકને થતા તેઓએ સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!