Friday, May 1, 2026
HomeGujaratસીમા જાગરણ મંચ દ્વારા સીમા સંમેલનનું કરાયું આયોજન : રાષ્ટ્રીય ચેતના જાગૃત...

સીમા જાગરણ મંચ દ્વારા સીમા સંમેલનનું કરાયું આયોજન : રાષ્ટ્રીય ચેતના જાગૃત કરવાનો સંકલ્પ લેવાશે

સીમાની સુરક્ષા અને રાષ્ટ્રપ્રેમના સંદેશ સાથે મોરબી જિલ્લામાં “સીમા સંમેલન”નું આયોજન કરવામાં આવ્યું છે. આયોજકોના જણાવ્યા અનુસાર, સુરક્ષા, સંગઠન અને સ્વાવલંબન જેવા મુદ્દાઓ પર ચર્ચા અને જનજાગૃતિ લાવવાનો આ પ્રયાસ છે, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

- Advertisement -
- Advertisement -

સીમા જાગરણ મંચ દ્વારા સીમા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ ૦૩ મે ૨૦૨૬ના રોજ સાંજે ૫:૦૦ વાગ્યે ઝીંઝુડા ખાતે શ્રી કાનસ્વામી બાપુની જગ્યાએ યોજાનાર છે. સીમા જાગરણ મંચ દ્વારા આયોજિત આ સંમેલનમાં સરહદી વિસ્તારોની સુરક્ષા, રાષ્ટ્રીય ચેતનાનું નિર્માણ અને સીમાવર્તી ગામોના વિકાસ જેવા મુદ્દાઓ પર વિચાર મંથન કરવામાં આવશે. કાર્યક્રમ બાદ પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આયોજન સુચારુ રહે તે માટે આવનાર વ્યક્તિઓને બીપીનભાઈ અઘારા (મો. 9638843944) પર સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!