નવરાત્રી મહોત્સવ દરમિયાન શક્તિ પૂજન અને શસ્ત્ર પૂજનના કાર્યક્રમ અંતર્ગત બાળાઓને પ્રોત્સાહિત કરવાના હેતુથી સીમા જાગરણ મંચ દ્વારા ૭૦૦ બાળાઓને લહાણી આપવામાં આવી.
સીમા જાગરણ મંચ મોરબી જીલ્લા દ્વારા દર વર્ષની જેમ વર્તમાન વર્ષે પણ નવરાત્રી મહોત્સવ દરમિયાન સીમાવર્તી વિસ્તારોમાં શક્તિ પૂજન અને શસ્ત્ર પૂજનના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આ અંતર્ગત નવરાત્રીમાં ભાગ લેનારી અંદાજે ૭૦૦ બાળાઓને લહાણી વિતરણ કરીને પ્રોત્સાહિત કરવામાં આવી હતી.
આ લહાણી વિતરણ ઝીંઝુડા, બેલા, ઉટબેટ સામપર, બોડકી, માળીયા, દેવગઢ, વર્ષામેડી, બગસરા અને હરીપર સહિત કુલ નવ ગામોમાં કરવામાં આવ્યું હતું. સીમા જાગરણ મંચની આ પહેલ દ્વારા બાળાઓમાં ઉત્સાહ વધારવાની સાથે શક્તિ પૂજન અને શસ્ત્ર પૂજનની પરંપરાને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.






