Tuesday, May 7, 2024
HomeGujaratમોરબી : જીલ્લા પંચાયતનાં પ્રમુખ-ઉપપ્રમુખ દ્વારા બેડ, ઓક્સિજન અને રેમડિસીવર ઈન્જેક્શન બાબતે...

મોરબી : જીલ્લા પંચાયતનાં પ્રમુખ-ઉપપ્રમુખ દ્વારા બેડ, ઓક્સિજન અને રેમડિસીવર ઈન્જેક્શન બાબતે નાયબ મુખ્યમંત્રીને રજુઆત

હાલ સમગ્ર દેશમાં જે રીતે કોરોના મહામારીએ માથુ ઉંચકયુ છે તેજ રીતે મોરબી જીલ્લામાં પણ હાલમાં કોરોના પરિસ્થિતી ગંભીર અને વિકટ બની છે ત્યારે મોરબી જીલ્લા કોરોના દર્દીઓ માટે સરકારી પ્રાઇવેટ હોસ્પિટલોમાં બેડ, ઓકસિજન અને રેમડિસીવર ઇન્જેકશન ની ખુબજ મોટા પ્રમાણમાં અછત ઉભી થઇ છે જેથી દર્દીઓ જેના પર નિર્ભર હોય તેઓની હાલત કફોડી અને દયાજનક બની ગઇ છે ત્યારે પ્રતિદીન બેડ, ઓકસિજન અને રેમડિસીવર ઇન્જેક્શનની વ્યવસ્થા કરી આપવા લોકો તરફથી અસંખ્ય મૌખીક અને ટેલીફોનીક અનેક રજુઆતો કરવામાં આવે છે તો સમગ્ર મોરબી જીલ્લામાં સરકારી પ્રાઇવેટ હોસ્પિટલોમાં બેડ સંખ્યા વધારવા અને ઓકસિજન ઉણપ પુરી કરવા તથા મોરબી જીલ્લાના રોજના ૨૦૦૦ નંગ રેમડિસીવર ઇન્જેકશન જથ્થો તાત્કાલીક અને યુધ્ધના ધોરણે પુરો પાડવામાં આવે અને દર્દીઓના સગાને સીટીસ્કેન અને ડોકટરના લખાણ આધારે સરળતા મળી રહે તેવી વ્યવસ્થા કરી આપવા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને મોરબી જિલ્લા પંચાયતનાં પ્રમુખ-ઉપપ્રમુખ દ્વારા રજુઆત કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!