પત્રકારત્વ એ સમાજનો અરીસો છે લોકશાહીની ચોથી જાગીર છે અને લોકશાહીનો આ સ્તંભ અડીખમ રહે એ લોકશાહી મારે ખૂબ જરૂરી છે લોકશાહીના સ્તંભને અડીખમ રાખવાં સમાજના વિવિધ વર્ગના પ્રશ્નો સરકાર સુધી પહોંચાડવા અને રાજકારણને તેમની ખામીઓ દેખાડવા એક પત્રકારમાં નીડરતા હોવી અનિવાર્ય છે તો પત્રકાર સ્પષ્ટવકતા પણ હોવો જોઈએ આવા ગુણો થી સંપન્ન અને મોરબી જિલ્લાના વિવિધ વર્ગોમાં આગવું સ્થાન ઉભું કરનાર સંદેશ ન્યૂઝ અને ઇન્ડિયા ટીવીના જિલ્લા બ્યુરો ચીફ અને ઇન્ડિયા એક્ઝેટના ફાઉન્ડર નિલેશ પટેલનો આજે જન્મદિવસ છે ૧૫ વર્ષ પહેલાં ગુજરાત સમાચારથી પત્રકારત્વમાં પગલાં માંડનાર નિલેશ પટેલ આજે હજારો લોકોના દિલ જીતવામાં સફળ થયા છે મૂળ મોરબીના શિવનગર (પંચાસર) ગામના વતની એવા નિલેશ પટેલને આજે પરિવારજનો , મિત્રો , સામાજિક અને રાજકીય આગેવાનો , અધીકારીઓ સહિત સમગ્ર ગુજરાતના સ્નેહીજનો શુભેચ્છા પાઠવી રહ્યા છે.ત્યારે મોરબી મીરર ટીમ દ્વારા પણ નિલેશ ભાઈ પટેલ ને શુભકામનાઓ પાઠવવામાં આવે છે.