મોરબી જીલ્લામાં નવી રચાયેલ જીલ્લા પંચાયતમાં કારોબારીની મીટીંગમાં સર્વાનુમતે મો૨બીના સીનીયર ધારાશાસ્ત્રી દિલીપ અગેચણીયાની પેનલ એડવોકેટ તરીકે નિમણુંક કરવામાં આવી છે. દિલીપ અગેચણીયા હાલના મોરબી જીલ્લાના વકીલ મંડળના પમુખ છે. તે અન્ય મોટી સસ્થામાં પણ પેનલ એડવોકેટ તરીકે કાર્યરત છે. દિલીપ અગેચણીયાની જીલ્લા પંચાયતનાં પેનલ એડવોકેટ તરીકે નિમણૂક થતાં મોરબીના વકીલો, કોળી સમાજના આગેવાનો, જીલ્લા પંચાયતના સદસ્યોએ દિલીપ અગેચણીયાને અભીનંદન પાઠવ્યા છે.