હાર્દીક પટેલ સાથે અનામત આંદોલનમાં જેલવાસ ભોગવનાર અને આંદોલન દરમિયાન રાજદ્રોહ નો જેમના પર કેસ થયેલ હતો તે મોરબી પાસના કાર્યકર્તા નિલેશ એરવાડિયાએ હાર્દિક પટેલ પર અમિત શાહ સાથે સંપર્કમાં હોવાના સનસનીખેજ આક્ષેપો કર્યા છે.
મોરબી પાસના કાર્યકર્તા નિલેશભાઈ એરવાડિયાએ સનસનીખેજ ખુલાસાઓ કરતા જણાવ્યું હતું કે જીએમડીસી ગ્રાઉન્ડ માં અનામત આંદોલન માટે થયેલ પાટીદારોના પ્રથમ સંમેલન થી જ હાર્દિક પટેલ ભાજપ સાથે સાંઠ ગાંઠમાં હતો.અને અમિત શાહ સાથે સંપર્કમાં હતો તથા નિલેશભાઈ એરવાડિયા સહિત હાર્દિક પટેલ ,કેતન પટેલ, દિનેશ બાંમ્ભણીયા જેવા પાસના આગેવાનો સાબરમતી જેલમાં હતા ત્યારે જેલબંદી છૂટીને બધા સાથે ગાર્ડનમાં બેઠા હતા તે સમયે હાર્દિક પટેલ કેતન પટેલ અને દિનેશ બાંમ્ભણીયા વચ્ચે કરોડો ના હિસાબ મામલે ઝઘડો થયેલ હતો જેમાં તેઓ એકબીજા પર આક્ષેપો કરી રહ્યા હતા બાદમાં માલુમ પડ્યું હતું કે જીએમડીસી ગ્રાઉન્ડમાંથી ઉભા ન થવા અને આંદોલનને હિંસક બનાવવાં માટે હાર્દિક પટેલ એ અમિત શાહ પાસેથી જે પૈસા લીધા હતા તે પૈસાના હિસાબ માટે ઝઘડો થયેલ હતો હોટેલ હયાતમાં હાર્દિક પટેલ અને અમિત શાહના માણસો સાથે બેઠક પણ થઈ હતી અને વધુમાં તેમને ઉમેર્યું હતું કે જે યુવાનો શહીદ થયા લાખો લોકો તેના એક અવાજ પર રોડ પર ઉતરી આવ્યા એને હાર્દિક પટેલે અસામાજિક તત્વો કહેતા પહેલા પોતાના પર ચાલતા કેસો ની વિચારવું જોઈ .હાર્દિક પટેલ સૌથી મોટો અસામાજિક તત્વ છે એના પર હજુ પણ કેટલાય કેસો ચાલુ છે.અને આંદોલન સમીર GMDC ગ્રાઉન્ડ ની મંજૂરી ભાજપના કહેવાથી જ મળી હતી તથા આંદોલન દરમિયાન શહીદ થનાર ૧૪ પાટીદાર યુવાનોના મોત નો જવાબદાર હાર્દિક પટેલ જ છે.