મોરબી જિલ્લામાં આગામી તા.૧ ડિસેમ્બરનાં રોજ યોજાનાર વિધાનસભાની ચૂંટણીઓ અનુસંધાને ઓબ્ઝર્વરોની નિયુકિત કરી છે. ત્યારે આગામી વિધાનસભા સામાન્ય ચુંટણી-૨૦૨૨ અનુંસધાને બગદાણા ગુરુ આશ્રમ તથા બગદાણા પોલીસ સ્ટેશન વિસ્તારની એસ.એસ.ટી. તથા ક્રીટીકલ બુથની ભાવનગર જિલ્લાના મુખ્ય ચુંટણી જિલ્લા ઓબ્ઝર્વર દ્વારા વિઝીટ કરવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર, ભાવનગર પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર, ભાવનગર જિલ્લા પોલીસ અધીક્ષક ડૉ.રવીન્દ્ર પટેલ તથા મહુવાનાં પોલીસ અધિક્ષક જે.એચ.સરવૈયાના માર્ગદર્શન અને સુચના મુજબ આગામી વિધાનસભા સામાન્ય ચુંટણી-૨૦૨૨ને લક્ષ્યમાં રાખીને પોલીસ કર્મીઓ કામગીરી કરી રહ્યા હોય તેમજ બગદાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોહીસા ચોકડી તેમજ બગદાણા મોણપર ચોકડી ખાતે ચુંટણી અનુસંધાને એસ.એસ.ટી. ટીમો રાખવામાં આવેલ છે. તેમજ આજ રોજ બગદાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ એસ.એસ.ટી. ચેકપોસ્ટને ચેક કરવા તેમજ બગદાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ક્રિટીકલ બુથની વિઝીટ માટે ભાવનગર જિલ્લાના મુખ્ય ચુંટણી જિલ્લા ઓબ્ઝર્વર આવેલ, જેઓએ રોહીસા ચોકડી તેમજ બગદાણા મોણપર ચોકડી પર આવેલ બન્ને એસ.એસ.ટી. ચેકપોસ્ટ ચેક કરેલ તેમજ માતલપર ગામમાં આવેલ ક્રિટીકલ બુથની વિઝીટ કરેલ અને ગામ આગેવાનો સાથે ચુંટણીલક્ષી જરૂરી ચર્ચા કરેલ. ત્યારબાદ સંતશ્રી બજરંગદાસ બાપા ગુરુ આશ્રમ બગદાણા દર્શન કરી આરતીનો લાહવો લીધેલ તેમજ ભોજનાલયે આવેલ દર્શનાર્થીઓને ભોજન કરતી વેળાએ સેવક તરીકે ભોજન પીરસવાનુ કાર્ય કરેલ જેમની સાથે બગદાણા પોલીસ સ્ટેશનના PSI જયરાજસિંહ એમ.ગઢવીએ પણ સેવાભાવથી દર્શનાર્થીઓને ભોજન પીરસવાનુ કાર્ય કરેલ અને આ સમગ્ર કામગીરી દરમ્યાન મુખ્ય ચુંટણી જિલ્લા ઓબ્ઝર્વર સાથે ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ સબ ઈન્સ્પેકટર બી.એચ.શીંગરખીયા તથા સ્ટાફના માણસો જોડાયા હતા.