Sunday, May 19, 2024
HomeGujaratમોરબીના શક્તિ ચેમ્બર પાસે ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા યુવકનું મોત

મોરબીના શક્તિ ચેમ્બર પાસે ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા યુવકનું મોત

મોરબી સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં ટ્રક ચાલકો બેફામ રીતે પોતાનું ટ્રક ચલાવી અકસ્માત સર્જી રહ્યા છે. ત્યારે ગઈકાલે સાંજનાં સમયે એક ટ્રક ચાલકે પોતાનું ટ્રક બેદરકારી પૂર્વક ચલાવી બાઇકને હડફેટે લેતા બાઈક ચાલકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જયારે ટ્રક ચાલક ફરાર થયો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, કપીલભાઈ નામનો ૨૫ વર્ષીય યુવક પોતાનું જી.જે.૦૩ એફ.આર.૯૬૧૨ નંબરની સ્પેલેન્ડર મોટર સાયકલ લઈ સાંજના આશરે સવા છએક વાગ્યે શક્તિ ચેમ્બર સામે વાંકાનેર-મોરબી હાઈવે રોડ ઉપર જતો હોય તે દરમિયાન પાછળથી જી.જે.૩૬ ટી.૭૦૨૫ નંબરનાં ટ્રકનાં ચાલકે પુરઝડપે અને બેદરકારી પુર્વક હંકારી કપિલભાઈની મોટર સાયકલને ભટકાડી અકસ્માત સર્જાયો હતો. જેમાં કપિલભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ત્યારે સમગ્ર મામલે કપિલભાઈના કુટુંબી ભાઈ હર્ષદભાઈ ફુલતરીયાએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!