કોરોનાની ત્રીજી લહેરના ભણકારા વચ્ચે છેલા કેટલાક દિવસથી રાજ્યભરમા કોરોના સંક્રમણ ઘેરાઈ રહ્યું છે. જેથી સરકાર દ્વારા કોરોનાના વધતા કેશને ધ્યાને લઈને વાઇબ્રન્ટ સમિટ, પતંગોત્સવ સહિતના કાર્યક્રમો મોકુફ રાખવા નિર્ણય કર્યો હતો. ત્યારે મોરબીમાં પણ કોરોના સંક્રમણને ધ્યાને લઈને સેવાસેતુ કાર્યક્રમો મોકુફ રાખવા નિર્ણય લેવામાં આવ્યો છે.
વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લેતા આવતીકાલ તા.૧૩/૦૧/૨૦૨૨ થી મોરબી જિલ્લાના તમામ સેવાસેતુ કાર્યક્રમો સરકાર તરફથી નવી સૂચના ન મળે ત્યાં સુધી મોકૂફ રાખવામાં આવેલ છે. આમ સરકાર દ્વારા મોરબી જિલ્લાના તમામ તાલુકા તેમજ નગરપાલિકા સ્તરે ચાલી રહેલ સેવા સેતુ કાર્યક્રમો જિલ્લા કલેક્ટરની સુચનાનુસાર મોકુફ રાખવામાં આવ્યા છે.