Sunday, January 12, 2025
HomeGujaratમોરબીનાં લાંચીયા ઈન્કમટેકસ ઓફિસરને ચાર વર્ષની સજા ફટકારતી સેશન્સ કોર્ટ

મોરબીનાં લાંચીયા ઈન્કમટેકસ ઓફિસરને ચાર વર્ષની સજા ફટકારતી સેશન્સ કોર્ટ

મોરબીમાં એન્ટી કરપ્શન બ્યૂરો દ્વારા 2012માં ટીડીએસ રિફંડની કાર્યવાહી કરવા લાંચ માંગનાર ઈન્કમટેકસ ઓફિસરને પકડી પાડવામાં આવ્યો હતો. જે કેશ છેલ્લા 11 વર્ષથી કોર્ટમાં ચાલતો હતો જેને લઈ આજે મોરબી સેશન્સ કોર્ટનાં જજ વી.એ.બુધ્ધ સાહેબ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે અને આરોપીને ચાર વર્ષની કેદ અને ૨૦ હજારનો દંડ ફટકાર્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીમાં રહેતા નિલેશભાઈ દેવશીભાઇ સરસાવડિયાએ તેમની પત્ની પ્રજ્ઞાબેનએ પોતાનુ સને ૨૦૦૭- ૦૮ના વર્ષનુ આઇ.ટી. રીટર્ન વર્ષ ૨૦૦૮ના વર્ષમાં ભરેલ જેમાં ટી.ડી.એસ. રીફન્ડ લેવાનુ થતુ હોય, જે ફરીયાદીએ , પોતાના પત્નીના નામની અરજી આપેલી પરંતુ તે અંગે કોઇ કાર્યવાહી આયકર વિભાગ તરફથી થયેલ ન હોય, જેથી ફરીયાદીએ તા. ૧૫/૦૫/૨૦૧૨ના રોજ ઈન્કમટેકસ ઓફિસર મહેશકુમાર રઘુવીરસીંગ મીણાને રૂબરૂમાં મળી ટી.ડી.એસ. રીફન્ડ મેળવવાની રજુઆત કરતા તેઓએ ટી.ડી.એસ રીફન્ડની કાર્યવાહી કરી આપવાની અવેજમાં કુલ રકમના ૫ ટકા લેખે લાંચની માંગણી કરેલી, જે રકઝકના અંતે રૂ. ૨૦૦૦/- આપવાનુ નકકી થયેલ અને તે પેટે રૂ. ૫૦૦/- તા.૧૫/૦૫/૨૦૧૨ના રોજ ફરીયાદીએ આરોપીને આપી દીધેલ અને બાકીના રૂ.૧૫૦૦/- તા.૧૭/૦૫/૨૦૧૨ના રોજ આપવાનો વાયદો થયેલ જે વાયદા મુજબ ACBએ લાંચનુ છટકુ ગોઠવતા આરોપીએ ફરીયાદી સાથે પંચ-૧ની હાજરીમાં હેતુલક્ષી વાતચીત કરી રૂ. ૧૫૦૦/-ની લાંચ માંગી, પોતાના ટેબલનુ ખાનુ ખોલી તેમાં મુકાવી, લંચ સ્વીકારતા ઝડપાયો હતો. જેને લઇ આરોપીને કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. ત્યારે આ કેસ મોરબી કોર્ટમાં ચાલી જતા ૮ મૌખીક પુરાવા અને ૧૮ દસ્તાવેજી પુરાવા અને સરકારી વકીલ સંજય દવેની ધારદાર દલીલોને ધ્યાને રાખીને ૧૧ વર્ષ બાદ આજે મોરબી સેશન્સ કોર્ટનાં જજ વી.એ.બુધ્ધ સાહેબ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે અને આરોપીને આરોપી ઈન્કમટેકસ ઓફિસરને ચાર વર્ષની કેદ અને ૨૦ હજારનો દંડ ફટકારાયો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!