Saturday, June 21, 2025
HomeGujaratમોરબીની લીલાપર ચોકડી પાસે થયેલ હત્યા કેસમાં સાત આરોપીને ઝડપી લેવાયા

મોરબીની લીલાપર ચોકડી પાસે થયેલ હત્યા કેસમાં સાત આરોપીને ઝડપી લેવાયા

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ ફરિયાદ દાખલ કરી હતી કે લીલાપર ચોકડી પાસે આવેલ દુકાનમાં ફરીયાદીના દિકરો ગીરીશ ઉપર આરોપીઓએ લાકડા ધોકા, લોખંડના પાઈપ અને પથ્થર વડે માર મારી જીલ્લા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ મોરબીના જાહેરનામાનો ભંગ કરી મોત નિપજાવી હત્યા કર્યાનો બનાવ સામે આવ્યો હતો. જેમાં પોલીસે સાત આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ રાજકોટ વિભાગ, રાજકોટ રેન્જમાં બનતા શરીર સબંધી ગુન્હાઓ અટકાવવા, અન-ડીટેકટ શરીર સબંધી ગુન્હાઓને શોધી કાઢવા તેમજ નાસતા-ફરતા આરોપીઓને પકડી સુચના આપી હતી. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો તા.૧૮/૦૬/૨૦૨૫ ના રોજ દાખલ થયો હતો. જે બનાવ લીલાપર ચોકડી પાસે આવેલ દુકાનમાં બન્યો હતો.જેમાં ફરીયાદીના દિકરો ગીરીશ અગાઉ આરોપી મહેશ ઉફે પાંચો ડાયાભાઈની ભત્રીજીને તેના પાડોશમાં રહેતા પ્રકાશ વિનુ સાથે પ્રેમ સંબંધ હોય અને મરણજનાર તેને મદદ કરતો હોવાનું શંકા રાખી ફરિયાદીના દિકરા વિરૂધ્ધ વર્ષ ૨૦૧૭ મા પોલીસ ફરીયાદ કરી હતી. તેમજ બે દિવસ પહેલા પણ આરોપી દિલીપ મહેશ સાથે ફરીયાદીના દિકરાને ગાળો બોલવા બાબતે મારા મારી થયેલ હતી. જેનો રાગદ્વેષ રાખી આરોપીઓ એકસંપ થઈ ગેરકાયદેસર મંડળી રચી ફરીયાદીના દિકરાને ગાળો બોલી, આરોપી દિલીપભાઈ મહેશભાઈએ છરીના ઘા માર્યા હતા. તેમજ આરોપીઓ કિશન પ્રભુભાઈ, પ્રભુભાઈ ડાયાભાઈ, મહેશભાઈ ડાયાભાઈ લાકડા ધોકા વડે માર કર્યો હતો. આરોપી અમિતે લોખંડના પાઈપ વડે અને આરોપી જગાભાઈએ પકડી રાખતા અરવિંદ ઉફે મુન્ના ડાયાભાઈએ પથ્થર વડે માર મારી જીલ્લા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ મોરબીના હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરી મોત નિપજાવી ગુન્હો કર્યા અંગેની જાણ કરી હતી. જે બાદ ગુન્હાની ગંભીરતા ધ્યાને લઇ રાહુલ ત્રીપાઠી જીલ્લા પોલીસ અધિક્ષક મોરબી પી.એ ઝાલા નાયબ પોલીસ અધિક્ષક મોરબી વિભાગએ આપેલ સુચના અને માર્ગદર્શન હેઠળ ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓને શોધી કાઢવા સુચના આપી હતી. જે અંતર્ગત પોલીસ ઇન્સ્પેકટર એસ કે ચારેલ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવીને ગુન્હામાં સંડોવાયેલ આરોપીને શોધી કાઢવા સુચના તેમજ માર્ગદર્શન આપ્યું હતું. જે દરમ્યાન સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.એચ.ભટ્ટ, સવેલન્સ ટીમના માણસોએ ટેકનીકલ વર્ક તેમજ હ્યુમન સોર્સથી ખુનના ગુન્હમાં સંડોવાયેલ દિલીપભાઇ મહેશભાઈ કણઝારીયા, અરવિંદભાઇ ઉર્ફે મુન્નાભાઈ ડાયાભાઈ પરમાર, કિશનભાઇ પ્રભુભાઇ પરમાર, પ્રભુભાઇ ડાયાભાઇ પરમાર, મહેશભાઇ ઉર્ફે પાંચાભાઈ ડાયાભાઇ પરમાર, દિનેશભાઇ ઉર્ફે જગદિશભાઇ ડાયાભાઈ પરમાર, અમીતભાઇ મહેશભાઇ ઉર્ફે પાંચાભાઇ પરમાર સહિતના તમામ આરોપીઓને પકડી પાડી તા.૨૦/૦૬/૨૦૨૫ ના ૮:૩૦ વાગ્યે અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.

જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર એસ.કે ચારેલ, પોલીસ સબ ઇન્સપેકટર એસ.એચ ભટ્ટ, મોરબી તાલુકા સર્વેલન્સ ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી હતી

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!