છેલ્લા ઘણા સમયથી દરરોજ જુગાર રમતા ઈસમો પકડાવવાના બનાવો સામે આવી રહ્યા છે. પોલીસ દરોડાઓ પાડી રહી છે અને રાજ્યભરમં ઘણાં સ્થળેથી મોટી રકમ સાથે તો કેટલાક સ્થળેથી મામુલી રકમ સાથે જુગાર રમી રહેલા લોકો પકડાય છે. ત્યારે ગઈકાલે વાંકાનેર તાલુકા પોલીસની ટીમે બાતમીના આધારે ભેટ ચોકડી પાસે રેઇડ કરી જુગાર રમતા ૭ ઈસમોને ઝડપી પાડ્યા છે. જયારે ર ઈસમો ફરાર થઇ જતા તેને વોન્ટેડ જાહેર કર્યા છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, ભેટ ચોકડી પાસે આવેલ ચામુંડા પાન દુકાન પાસે અમુક ઈસમો જાહેરમાં જુગાર રમી રહ્યા છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઇડ કરી જુગાર રમતા હકાભાઇ બાબુભાઇ અઘેરા (રહે.રાજગઢ તા.વાંકાનેર જી.મોરબી), અરવીંદભાઇ ધીરાભાઇ ડુમાણીયા (રહે.ભેટ તા.મુળી જી.સુરેન્દ્નનગર), રઘાભાઇ ઉર્ફે રઘો અમરશીભાઇ કારેલીયા (રહે.ચુંપણી તા.હળવદ જી.મોરબી), જયંતીભાઇ કરમશીભાઇ કાંજીયા (રહે.વીડી જાંબુડીયા તા.વાંકાનેર જી.મોરબી), દીપભાઇ નકુભાઇ ખાચર (રહે.હાલ-વીડી જાંબુડીયા તા.વાંકાનેર જી.મોરબી મુળ ગામ-રંગપર તા.વાંકાનેર જી.મોરબી), શંભુભાઇ ઘોઘજીભાઇ જંજવાડીયા (રહે હાલ-વરડુસર ના પાટીયે તા.વાંકાનેર જી.મોરબી મુળ ગામ-વીડી જાંબુડીયા તા.વાંકોનર જી.મોરબી) તથા ધારાભાઇ શામજીભાઇ મગવાનીયા (રહે.વીડી જાંબુડીયા તા.વાંકાનેર જી.મોરબી) નામના શખ્સોને પકડી પાડ્યા છે. જયારે ભરત ધરમશીભાઇ (રહે-વરડુસર તા.વાંકાનેર) તથા મેહુલ દેવાભાઇ કોળી (રહે-વરડુસર તા.વાંકાનેર) નામના શખ્સો સ્થળ પરથી ફરાર થઈ જતા તેઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. તેમજ પકડાયેલ આરોપીઓ પાસેથી પોલીસે કુલ રોકડ રૂ.૧૨,૫૦૦/- તથા બજાજ કંપનીનું રૂ.૩૦,૦૦૦/-ની કિંમતનું GJ-3-DJ-1455 નંબરનું ડીસ્કવર મોટર સાયકલ મળી કુલ રૂ.૪૨,૫૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.