Saturday, December 14, 2024
HomeGujaratમોરબી: રફાળિયા-લીલાપર રોડ પર બોલેરો પિકઅપનાં ચાલકે હડફેટે લેતાં બાઇકચાલકનું સારવાર દરમ્યાન...

મોરબી: રફાળિયા-લીલાપર રોડ પર બોલેરો પિકઅપનાં ચાલકે હડફેટે લેતાં બાઇકચાલકનું સારવાર દરમ્યાન મોત

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર પ્રવિણભાઈ પથુભાઈ દંતેસરિયા (ઉ.વ.૪૨,રહે. જોધપર(નદી)તા.જી. મોરબી)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે કે ગત તા.૨૮નાં રોજ રાત્રે ૮:૩૦ વાગ્યાના અરસામાં તેમનાં ભાઈ રફાળિયા-લીલાપર રોડ પર રફાળેશ્વર વરૂડીમાંના મંદિર પાસે પસાર થઇ રહ્યાં હતાં તે દરમ્યાન બોલેરો પિક અપ નં. જીજે-૩૫-ટી-૯૦૬૬ના ચાલકે પોતાનું વાહન ગફલતભરી રીતે ચલાવી તેમનાં ભાઈનાં હિરો સ્પ્લેન્ડર મોટરસાયકલ નં.જીજે-૩૬-એન-૨૦૯૫ ને હડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો જેમાં બાઈક સવારને જમણા પગે ગંભીર પ્રકારની ઈજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજ્યું હતું. મોરબી તાલુકા પોલીસે બનાવની ફરિયાદ નોંધી બોલેરો પિકઅપનાં નંબરને આધારે ડ્રાઈવરને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે. બનાવની વધુ તપાસ તાલુકા પોલીસ સ્ટેશનનાં પોલીસ સબ ઇન્સ્પેકટર ડી.વી. ડાંગર ચલાવી રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!