થર્ટી ફસ્ટના આગમનને લઈને મોરબી શહેર સહિત જિલ્લાભરમાં પોલીસ સતર્ક બની સતત ચેકીંગ હાથ ધરી રહી છે ત્યારે ગઈકાલે પોલીસના ચેકીંગ દરમિયાન જિલ્લાભરમાંથી અનેક જગ્યાએથી દારૂ ઢીંચી ડમડમ હાલતમાં નીકળેલ સાત બંધાણીઓને પોલીસે ઝડપી લઈ તમામને કાયદાના પાઠ ભણાવ્યા હતા.
ટંકારા નગરનાકા પાસેથી દારૂનો નશો કરેલી હાલતમાં બજાજ કંપનીનુ ડીસ્કવર મો.સા રજીસ્ટર નંબર- જી.જે.૦૩.ડી.એલ.૭૪૯૬ ની કિ.રૂ.૧૫,૦૦૦ લઈ નીકળેલ આરોપી રાજેશ નુરસિહ અનારીને ટંકારા પોલીસે ઝડપી લીધો હતો.
મોરબીના નગર ચોકી નજીકથી ડમડમ હાલતમાં નીકળી બેફામ બકવાસ કરતા આરોપી પ્રકાશભાઈ ઉર્ફે પી.પી. પ્રવિણભાઈ સાવરીયાને મોરબી સીટી એ ડિવીઝન પોલીસે ઝડપી લઈ કાયદેશરની કાર્યવાહી કરી હતી.
વાંકાનેર શહેરના નવાપરા વાસુકી મંદિર પાસેથી કેફી પ્રવાહી પીધેલ હાલતમાં નીકળેલ આરોપી ધર્મેશ પ્રવિણભાઇ પરેચા અને અજયભાઇ પ્રેમજીભાઇ બાવળીયા અને રાજેદ્રસિંહ ભરતસિંહ કૌશલ્ય નામના ત્રણેય શખ્સોને વાંકાનેર સીટી પોલીસે ઝડપી લીધો હતો.
આ ઉપરાંત ટંકારાના લતીપર રોડ પારથી લક્ષ્મીનારાયણ જીન તરફ જવાના રસ્તેથી દારૂ ઢીંચી નીકળેલ આરોપી સાદુરભાઇ જલાભાઇ લાબરીયાને ટંકારા પોલીસે ઝડપી લઈ તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વધુમાં હળવદ રેલ્વે સ્ટેશનના ગેઇસ સામેથી દારૂનો ચીકાર નશો કરેલી હાલતમાં રહેલા મુનાભાઇ કાનજીભાઇ સુરેલાને હળવદ પોલીસે ઝડપી લઈ તમામને કાયદાના પાઠ ભણાવ્યા હતા.
- વાંકાનેર તાલુકાના ઢુવા ગામેથી દેશી દારૂના જથ્થા સાથે મહિલા ઝડપાઇ
વાંકાનેર તાલુકાના ઢુવા ગામની સીમ આવેલ વરમોરા સીરામીક પાસે નદીના પટમા દેશી દારૂનું વેચાણ થતું હોવાની પોલીસને જાણ થતા પોલીસ દોડી ગઈ હતી. જ્યાં રેઇડ કરતા આરોપી મહિલા ગીતાબેન ગોરધનભાઇ માથાસુર્યાએ વેચાણ કરવાના ઇરાદે સંઘરી રાખેલ પાંચ લિટર દેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો આથી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.