મોરબી તાલુકા અને શહેરમાં જુગાર રમતા 7 શખ્સો ને પોલીસે દબોચી લઇ મુદ્દામાલ કબજે કર્યો છે.
આ અંગેની માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસના હેડ કોસ્ટેબલ દી.એચ બાવળીયા સહિતનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે રફાળેશ્વર ગામ માં જાહેરમાં તીન પત્તીનો જુગાર રમતો ડાયા કાનજી સોલંકી, જયુભા દેવીદાનભા દેવસુર, કાળુ લક્ષ્મણ મકવાણા, ગણેશ રણછોડ ઝાપડા, દિનેશ રૂપા વાઘેલા સહિત પાંચ શખ્સોને પોલીસે દબોચી લઇ રોકડા રૂપિયા 20800 મુદ્દામાલ કબજે કર્યો છે જ્યારે અન્ય એક બનાવમાં મોરબી સીટી પોલીસના હેડ કોસ્ટેબલ એચ એમ મકવાણા વિકાસ રાખે નાળા નજીક કુળદેવી પાન પાછળ જાહેરમાં તીન પત્તીનો જુગાર રમતો પ્રવીણ બેચર પંચાલ અને રાકેશ ભુપત શકૅરા ને દબોચી લઇ રોકડા રૂપિયા 800 કબજે કર્યા છે.