હળવદ એસ.બી.આઇ મેઇન બ્રાન્ચમાથી 91 લાખની હોમ લૉન મેળવ્યા સબસિટી કટકટાવી અને લોનના હપ્તા ભરવામાં હાથ ઊંચા કરી સાત ઈસમો બેન્ક અને સરકારનું લાખો રૂપિયાનું કરી નાખતા મેનેજરે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જેને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે.
હળવદ પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદ મુજબ આરોપી જગદિશભાઈ મનસુખલાલ ઠક્કર (રહે. રબારીવાસ સુમરાવાસ હળવદ), શીલ્પાબેન દીપેનભાઈ ઠક્કર, દીપેનભાઈ જગદિશભાઈ ઠક્કર (બન્ને રહે. રબારીવાસ સુમરાવાસ હળવદ), હરીનભાઈ રમેશભાઈ કારીયા (રહે. ખારાઘોડા રેલ્વે સ્ટેશન વાળી લાઈન સુરેન્દ્રનગર) હર્ષદભાઈ રમેશભાઈ કારીયા (રહે. ખારાઘોડા રેલ્વે સ્ટેશન વાળી લાઈન સુરેન્દ્રનગર), રાજેશભાઈ કાંતીલાલ કોટેચા (રહે.રામાપીર મંદિર કરાચી કોલોની હળવદ) અને મીતેશ કડીયા (બેંક કર્મચારી રહે હળવદ) સાહિતનાઓએ હળવદ એસ.બી.આઈ.બેન્કમાંથી રૂ.૮૩,૯૫,૦૦૦ની હોમ લોન મેળવી હતી. જે પૈકી રૂ. ૧૪,૭૬,૦૦૦ બેન્કમાં જમા કરાવી તેમજ રૂ.૬૯,૧૯,૦૦૦ અને બેંન્ક વ્યાજ રૂ.૨૧,૮૧,૦૦૦ મળી કુલ રૂ ૯૧,૦૦,૦૦૦ સુધી ન ભરી હાથ ઊંચા કરી દીધા હતા.
વધુમા આરોપીએ જે સ્થળ સર્વે નંબર ઉપર હોમ લોન મળવી હતી તે સ્થળ સર્વે નંબર ઉપર મકાન ન બનાવી અને આરોપી દીપેને લોનની વેલ્યુએશન કરતા ઓછુ બંધકામ કરી કોન્ટ્રાકટર, નગરપાલીકા, અને બેન્ક કર્મી મીતેશ કડીયા સાથે મળી ખોટા કંમ્પ્લીસન સર્ટી એપ્રુવલ મેળવી લીધા હતા.એટલું જ નહિ લૉન બાદ સબસીડી મેળવી લોન નહી ભરી બેંન્ક તથા સરકાર સાથે વિશ્વાસધાત કરી ધુમ્બો મારી દેતા જીતેન્દ્ર કુમાર સુગ્રીવપ્રસાદ સિહ (ઉ.વ.૪૫ ધંધો- મેનેજર રહે. સાનિધ્ય બંગ્લોજ-૨ રાણેકપર રોડ હળવદ મુળ બિહાર) એ હળવદ પોલીસ મથકમાં તમામ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેને લઈને પોલિસે આઇ.પી.સી કલમ ૪૦૬,૪૨૦,૪૦૯,૧૧૪ મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.