Saturday, September 19, 2026
HomeGujaratમોરબીમાં બિલ કે આધાર પુરાવા વગરના ૪૦ મોબાઇલ સાથે દુકાનધારકની અટકાયત

મોરબીમાં બિલ કે આધાર પુરાવા વગરના ૪૦ મોબાઇલ સાથે દુકાનધારકની અટકાયત

એસઓજીના ચેકિંગ દરમિયાન શ્રી ખેતશ્વર મોબાઇલની દુકાનમાંથી રૂ.૨ લાખની કિંમતના અલગ-અલગ કંપનીના મોબાઇલ મળી આવ્યા.

- Advertisement -
- Advertisement -

મોરબી એસઓજીએ શહેરના પરા બજાર મેઈન રોડ પર આવેલી મોબાઇલની દુકાનમાં ચેકિંગ હાથ ધરી બિલ કે આધાર પુરાવા વગરના અલગ-અલગ કંપનીના ૪૦ મોબાઇલ ફોન કબજે કર્યા છે. રૂ.૨ લાખની કિંમતના મોબાઇલ ચોરી કે છળકપટથી મેળવ્યા હોવાની શંકાના આધારે દુકાનધારકની અટકાયત કરી આગળની કાર્યવાહી માટે એ ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, એસઓજી પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન મોરબી નગર દરવાજા ચોક નજીક પરા બજાર મેઈન રોડ પર આવેલી શ્રી ખેતશ્વર મોબાઇલ દુકાનમાં ચેકિંગ કર્યું હતું. તપાસ દરમિયાન દુકાનમાંથી અલગ-અલગ કંપનીના કુલ ૪૦ મોબાઇલ ફોન મળી આવ્યા હતા. મોબાઇલ અંગેના બિલ અથવા આધાર પુરાવા માંગવામાં આવતા દુકાનધારક સંતોષકારક જવાબ આપી શક્યો નહોતો અને પોતાની પાસે બિલ કે આધાર પુરાવા ન હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે કુલ રૂ.૨,૦૦,૦૦૦/-ની કિંમતના ૪૦ મોબાઇલ ફોન સાથે આરોપી દિનેશભાઈ ભમરારામ પુરોહિત હાલ રહે. લક્ષ્મીનગર સામે ટ્રાન્સપોર્ટનગર ખાતે શિવશક્તિ ટ્રાન્સપોર્ટ ઓફિસમાં મોરબી મૂળ રહે. દેવરા તા. સાંચોર જી. જાલોર (રાજસ્થાન) વાળાની અટકાયત કરવામાં આવી હતી. હાલ વધુ કાર્યવાહી સબબ આરોપીને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!