Friday, December 27, 2024
HomeGujarat"શ્રાવણે શિવ દર્શનમ્" પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે હળવદના શિવાલયો હર હર...

“શ્રાવણે શિવ દર્શનમ્” પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે હળવદના શિવાલયો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા

ઐતિહાસિક શિવાલયનો ગઢ એટલે હળવદ “છોટીકાશી”. મુકુટ મણી વૈજનાથ મહાદેવનું મંદિર સમગ્ર ઝાલાવાડમાં મીની સોમનાથ તરીકે જાણીતું બન્યું છે. શ્રાવણ માસમાં દર્શનાર્થે માનવ મહેરામણ ઊમટી પડે છે

- Advertisement -
- Advertisement -

જૂની વાયકા મુજબ કહેવામાં આવ્યું છે કે વૈદ રક્ષક બ્રાહ્મણ પણ એક તીર્થ ગણાય છે આવા વૈદિક બ્રાહ્મણોનું જયાં વસવાટ હોય તે ભૂમિ પણ એક તીથૅક્ષેત્ર છે તેથી જ હળવદ ને છોટી કાશી તરીકે ઓળખવામાં આવે છે હળવદ ને છોટીકાશી અને ભુદેવો ની નગરી તરીકે દેશવિદેશમાં પ્રખ્યાત છે. ત્યારે જ આજથી શ્રાવણ માસના પ્રારંભ સાથે મહોલ્લે મહોલ્લે ગલીએ-ગલીએ શિવાલયો માં પૂજન-અર્ચન વ્રત અનુષ્ઠાન સ્તોત્રનું પઠન થવા લાગ્યું છે સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું છે અને હર હર મહાદેવના નારા સાથે ગુંજી ઉઠયું છે જ્યારે શ્રાવણ અને શિવાલયની વાત હોય ત્યારે હળવદ નું નામ સૌથી પહેલું લેવાય છે.કારણ કે આ પંથકમાં પ્રાચીનકાળથી મહત્વ ધરાવતાં શિવાલયોની સંખ્યા વધુ પ્રમાણમાં છે હળવદ ની ચારે બાજુએ શિવાલય શિવાલય છે હળવદ ને ઐતિહાસિક શિવાલય નો ગઢ કહેવામાં આવે છે.

હળવદમાં સુપ્રસિદ્ધ શરણેશ્વર મહાદેવનુ વર્ષો જુનું મંદિર આવેલ છે મંદિરના પટાંગણમાં ૫૦૦ વર્ષ જૂની ઐતિહાસિક કલ્યાણ વાવ છે આ મંદિરનો ઉલ્લેખ રોબર્ટ મેલિરનના 1826 ના બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી માં કરવામાં આવ્યો છે. કેપ્ટન રોબર્ટ ઈસ્ટ ઈન્ડિયા કંપની નો સભ્ય તેમજ રોયલ એસિયેટીક તેમજ સોસાયટી ઓફ આર્ટ એન્ડ કલ્ચરનો સભ્યો હતો. આ મંદિર વર્ષો પુરાણું છે. શ્રાવણ મહિનાની શરૂઆત થતાં હળવદના ભૂદેવો પોતાના આરાધ્યદેવ દેવોના દેવ મહાદેવની પૂજા અર્ચના તેમજ હર હર મહાદેવના નારા સાથે સમગ્ર હળવદને શેરી ગલિયો ગુંજી ઉઠી હતી.

શરણેશ્વર મહાદેવ મંદિર સાંજે ઓલોકીક વાતાવરણ હોય છે. હળવદનું સૌંદર્ય એટલે શરણેશ્વર મહાદેવ મંદિર જુનો ઈતિહાસ સાચવી ભારતીય સંસ્કૃતિનો ધ્વજ લહેરાવ્તુ આ પ્રાચીન મંદિર છે સાંજના આરતી સમયે ભક્તો દ્વારા રોજ શિવ મહિમ્ન સ્તોત્રનું પઠન કરવામાં આવે છે ભગવાન શંકરને જ્યારે ફરવાનું મન થાય છે ત્યારે સૌંદર્ય રૂપે અવતરે છે શરણેશ્વર મહાદેવ મંદિર એ બહારગામથી આવતા ભાવિક ભક્તો માટે ફ્રી મા રહેવાની સગવડ આપવામાં આવે છે. શ્રાવણ માસની શરૂઆત થતાની સાથે જ હળવદ ના તમામ શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠયા હતાં ભૂદેવો પોતાના આરાધ્ય દેવ મહાદેવની અલગ અલગ રીતે પૂજા અભિષેક કરે છે જેમાં તમામ શિવાલયો ખાતે બિલ્વપત્ર પૂજા અર્ચના અને મંત્રોચ્ચાર અભિષેક શેરડીના રસનો અભિષેક અભિષેક વગેરે દ્રવ્યો દ્વારા સંપૂર્ણ દિવસ દરમિયાન પૂજા અર્ચન ચાલુ રહે છે સમગ્ર પંથકમાં આખો શ્રાવણ મહિનો હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠીયા. હળવદના સ્મશાનમાં બિરાજમાન ભવાની ભૂતેશ્વર મહાદેવ. પોરાણીક ઐતિહાસિક વૈજનાથ મહાદેવ, ભીડભંજન મહાદેવ, નીલકંઠ મહાદેવ, જાગનાથ મહાદેવ, હાટકેશ્વર મહાદેવ, જડેશ્વર મહાદેવ,રામેશ્વર મહાદેવ, ગૌલોકેશ્વર મહાદેવ, પચંમુખી મહાદેવ, વગેરે શિવાલયો પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠયા હતા.બિલ્વપત્ર ચડાવવા, જલાભિષેક, પૂજા અર્ચન, મંત્ર,મહાપુજા.દીપમાળા, સહીત ની વિધી દિવસ દરમિયાન ચાલુ રહી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!