મોરબી જિલ્લાના જેતપર ગામે સમસ્ત જેતપર ગામ અને પરસાડીયા પરિવાર (ભરવાડ સમાજ) દ્વારા શ્રી રામ ચરિતમાનસ નવાન્હ પારાયણ જ્ઞાનયજ્ઞનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા.૫-૦૧ને બુઘવારના રોજ વાજતે ગાજતે કથાનો પ્રારંભ થશે. ત્યારબાદ દરરોજ 9 વાગ્યાથી 12 વાગ્યા સુધી અને 12 વાગ્યા સુધી અને 2:30 વાગ્યાથી 5:30 વાગ્યા સુધી ભાવિકો કથા સાગરમાં જ્ઞાનની ડૂબકી લગાવ્યા તા.૧૩ના રોજ કથાની પુર્ણાહુતી કરવામાં આવશે.
કથાના વ્યાસાસને કામલપુર પરચાધારની જગ્યાના મહંત પૂજ્ય વાલદાસ બાપુ બિરાજી પોતાની મધુર વાણીમાં કથાનું રસપણ કરાવશે. તા.4 ના રોજ કથાની પોથી યાત્રા યોજાશે. ત્યારબાદ શિવ ચરિત્ર શિવ વિવાહ, શ્રી રામ જન્મોત્સવ, રામ બાળ લીલા ચરીત, શ્રી રામ વિવાહ, રામ વનવાસ યાત્રા, ભારત મિલાપ, શબરી પ્રસંગ, રામેશ્વર પૂજન, મારુતિ યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે.આ પ્રસંગે ધર્મપ્રેમી જનતાને પધારવા આયોજકો દ્વારા અનુરોધ કરાયો છે.