રોહીશાળા સમસ્ત ગામના પ્રેમભાવ અને સહયોગથી ટંકારાના રોહીશાળા ખાતે શ્રી રામચરિત માનસ નવા પારાયણ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. હમીપર વાળા હરિકાંત બાપુ વક્તા તરીકે ફાગણ સુદ ૧ ને સોમવાર તા.૧૧/૦૩/૨૪ થી ફાગણ સુદ ૧૦ને મંગળવાર ૧૯/૦૩/૨૪ સુધી સવારે ૦૮:૩૦ થી ૧૨:૦૦ અને બપોરે ૦૨:૩૦ થી ૦૫:૩૦ સુધી કથા કરશે.
રોહીશાળા સમસ્ત ગામના પ્રેમભાવ અને સહયોગથી ટંકારાના રોહીશાળા ખાતે શ્રી રામચરિત માનસ નવા પારાયણ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હમિપરવાળા હરિકાંત બાપુ વક્રતા તરીકે જ્ઞાન આપશે. જે કથા ફાગણ સુદ ૧ ને સોમવાર તા.૧૧/૦૩/૨૪ થી ફાગણ સુદ ૧૦ને મંગળવાર ૧૯/૦૩/૨૪ સુધી સવારે ૦૮:૩૦ થી ૧૨:૦૦ અને બપોરે ૦૨:૩૦ થી ૦૫:૩૦ સુધી યોજવામાં આવશે. જે કથાના પ્રસંગો તા. ૧૧ ને સોમવારના રોજ પોથી યાત્રા, તા. ૧૨ ના રોજ શિવ વિવાહ, તા. ૧૩ ના રોજ રામજન્મ અને બાળલીલા, તા. ૧૪ ના રોજ ધનુષ્ય ભંગ અને રામ વિવાહ, તા. ૧૫ ના રોજ રામ વનવાસ, તા. ૧૬ ના રોજ કેવટ પ્રસંગ અને રામ ગંગા ઉતરાય, તા. ૧૭ ના રોજ ભરત મિલાપ અને શબરી આશ્રમ, તા. ૧૮ ના રોજ રામેશ્વર પૂજન અને રામ રાજ્ય અને તા. ૧૯ ના રોજ કથા પૂર્ણાહુતિ કરવામાં આવશે. જેમાં કથા દરમિયાન દરરોજ બપોરે દાતાઓ તરફથી મહાપ્રસાદનું અને રાત્રે ધૂન ભજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જે કથા ટંકારા તાલુકાના રોહિશાળા ખાતે ભોમેશ્વર મહાદેવની જગ્યા ખાતે રાખવામાં આવી છે. જે રામકથામૃતનું પાન કરવા પધારવા ધર્મપ્રેમી ભાઈઓ બહેનોને ભાવભર્યું આમંત્રણ સમસ્ત રોહિશાળા ગ્રામ દ્વારા પાઠવવામાં આવ્યું છે.