કેમ્પ મા ૫૦૪ દર્દી નારાયણ એ પોતાની આંખ ની તપાસ કરાવી હતી જેમાંથી ૧૩૨ દર્દીઓ ને મોતિયા નું નિદાન કરવામાં આવ્યું જેમાંથી ૧૧૮ દર્દીઓ ના મોતિયા ના નિઃશુલ્ક અને અતિઆધુનિક પદ્ધતિ થી ઓપરેશન કરવા માટે શ્રી રણછોડદાસજી બાપુ આંખ ની હોસ્પિટલ ખાતે ત્રણ બસ મારફતે રીફર કરવામાં આવ્યા
હળવદ મધ્યે આવેલ શ્રી વૈજનાથ મહાદેવ મંદિર ના સાનિધ્ય માં શ્રી રણછોડદાસજી બાપુ આંખ ની હોસ્પિટલ રાજકોટ અને ભારત સેવક સમાજ દ્વારા શ્રી સદગુરુ મેગા નેત્રયજ્ઞ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પ માં હળવદ શહેર અને હળવદ આસપાસ ના ગ્રામ્ય વિસ્તાર ના આંખ ની તકલીફ હોઈ તેવા દર્દીઓ એ લાભ લીધો હતો જેમાં કુલ ૫૦૪ દર્દીઓ પોતાની આંખ ની તપાસ કરાવી હતી જેમાંથી ૧૩૨ દર્દી ને મોતિયા નું નિદાન હાજર આંખ ના નિષ્ણાંત તબીબ ડૉ. કિરીટ આચાર્ય સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાંથી ૧૧૮ મોતિયા ના દર્દીઓ ને રાજકોટ ખાતે આવેલ ભારત દેશ ની સુપ્રસિદ્ધ એવી સેવાકીય સંસ્થા શ્રી રણછોડદાસજી બાપુ આંખ ની હોસ્પિટલ ખાતે અતિઆધુનિક પદ્ધતિ થી મોતિયા ના ટાંકા વગર ના ઓપરેશન આધુનિક ફેકો મશીન થી કરવા માટે રીફર કરવામાં આવ્યા હતા જ્યાં દર્દીઓ ને ચા-પાણી-નાસ્તો-રહેવા-જમવા અને દવા ટીપાં ચશ્માં અને જરૂરી દવા નિઃશુલ્ક આપવામાં આવશે ત્યારે આ કેમ્પ માં આંખ ની પીડા હોઈ તેવા દર્દી નારાયણો એ ખૂબ સારી રીતે લાભ લીધો હતો આ કેમ્પ માં શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ના મહંત પૂજ્ય શ્રી દિપકદાસજી મહારાજ અને પૂજ્ય શ્રી પ્રભુચરણ મહારાજ અને શ્રી વૈજનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ દેરાશ્રી અને ભારત સેવક સમાજ ના શ્રી શિરીશભાઈ ઓઝા ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ કેમ્પ ના દાતા તરીકે સ્વ.પ્રમોદભાઈ કેશવજીભાઈ દવે પરિવાર હસ્તે- તપન દવે અને વિરલ દવે અને સ્વ.હરિદાસ રતનદાસ કિલાવત(ઘનશ્યામપુર) પરિવાર હસ્તે કંચનબેન સાધુ અને ગીરીશભાઇ સાધુ રહ્યા હતા આ કેમ્પ માં દર્દીઓ ની વિશેષ સંખ્યા થતા રાજકોટ ઓપરેશન માટે લઈ જવા માટે સાંદિપની સ્કૂલ ના સંચાલક હિતેન ઠક્કરે સહકાર આપ્યો હતો અને શ્રી વૈજનાથ મહાદેવ મંદિર ના સંચાલકો એ પણ ખૂબ જ સહકાર આપ્યો હતો અને આ કેમ્પ ને સફળ બનાવવા હળવદ ના તમામ પત્રકાર મિત્રો અને સોસીયલ મીડિયા ના મિત્રો અને એનાઉન્સર રાજુભાઇ દવે એ આ કાર્યક્રમ ની વિગત ખૂબ જ વ્યાપક રીતે પ્રસિદ્ધ કરી હતી ત્યારે આયોજકો દ્વારા આ કાર્ય માં સહયોગ આપનાર તમામ લોકો નો હૃદયપૂર્વક ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો
આ કેમ્પ ને સફળ બનાવવા ભારત સેવક સમાજ સુરેન્દ્રનગર અને શ્રી રણછોડદાસજી આંખ ની હોસ્પિટલ રાજકોટ ના ડૉ. કિરીટ આચાર્ય સાહેબ અને સથી મિત્રો તથા હળવદ ના સ્થાનિક સેવાભાવી ભાઈઓ અને બહેનોએ ભારે જહેમત ઉઠાવી હતી