મોરબીની ગોઝારી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ઘાંજલિ પાઠવવા દુર્ઘટનાની પ્રથમ માસિક પુણ્ય તિથિએ મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ બનાવના મુખ્ય આરોપી જયસુખ પટેલની ધરપકડની માગ પણ કરવામાં આવી હતી અને મૃતક પરિજનોને ૫૦ લાખ અને એક વ્યક્તિને સરકારી નોકરી આપવાની માંગ કરવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર, મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટનાની પ્રથમ માસિક પુણ્ય તિથિએ મૌન રેલી યોજાઈ હતી. તેમજ મૃક્તોના પરિવારજનો સહિત મોટી સંખ્યામાં લોકો આ મૌન રેલીમાં સ્વયંભૂ જોડાયા હતા અને મોરબી ખાતેની આં રેલી બિન રાજકીય રીતે યોજાઈ હતી. જેમાં મોરબીવાસીઓ અને મૃતકોના પરીવારજનો મોરબી દુર્ઘટના સ્થળ પર મૌન રેલી કાઢી પહોચ્યા હતા. તેમજ મૃતકોના આત્માના શાંતિ અર્થે પ્રાર્થના કરી હતી. અને જયસુખ પટેલની ધરપકડની માગ સાથે આગામી ૧૧ ડિસેમ્બરનાં રોજ શાંતિ હવન કરવામાં આવશે. આગામી ૧૫ ડિસેમ્બરનાં રોજ બંધનું એલાન આપવા આવશે. તેમજ મૃતકોના પરિવારજનોને ૫૦ લાખની સહાય અને એક એક વ્યક્તિને સરકારી નોકરીની માગ સાથે રજુઆત કરાશે.