સૌરાષ્ટ્રમાં હાલ દસ રૂપિયા ના સિક્કા પર જાને બેન લાગી ગયું હોય તેમ દસ રૂપિયા ના સિક્કા કોઈ લેવા રાજી નથી નાના મોટા વેપારીઓથી લઈને હાક એસટી માં પણ દસ રૂપિયાના સિક્કા કોઈ લેવા રાજી નથી જેના લીધે સામાન્ય વર્ગના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
સૌરાષ્ટ્રમાં હાલ સામાન્ય વર્ગના લોકો ને નવી મુસીબત સામે આવી રહી છે જેમાં દસ રૂપિયાના સિક્કા લેવા દેવામાં ભારે તકલીફ પડી રહી છે ત્યારે આ મુસીબત સામાન્ય વર્ગના લોકો માટે પહાડ બની ને ઉભી થઇ છે કેમ કે દસ રૂપિયા ના સિક્કાનો સૌથી વધુ ઉપયોગ સામાન્ય વર્ગના લોકો પોતાના રોજીંદા જીવનમાં કરતા હોય છે ત્યારે આ પ્રશ્ન સુધી વધુ સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોને વધુ સ્પર્શે છે જેમાં મોરબી જીલ્લામાં પણ આ પ્રશ્ન જટિલ બની ગયો છે જેમાં સદ રૂપિયા ના સિક્કા કોઈ લેવા તૈયાર જ નથી એ પછી પાન કે ચાની લારી હોય કે પછી ભિક્ષુક હોય કે મોટા વેપારીઓ કોઈ દસ રૂપિયા ના સિક્કાને હાથ લગાવવા તૈયાર નથી અને આ પ્રશ્ન હાલ સૌરાષ્ટ્રમાં ચાલતી એસટી બસોમાં સૌથી મોટો બની ગયો છે જેમાં સૌરાષ્ટ્રમાં ચાલતી એસટી બસોમાં દસના સિક્કા ચાલતા નથી અને આમ છતાં કોઈ પેસેન્જર પરાણે આપી જાય તો એસટી ના કન્ડક્ટરો દ્વારા અમદાવાદ સુરત ચાલતી એસટી બસો ના કન્ડક્ટરો ને આપવા પડે છે હાલ આ દસ રૂપિયા ના સિક્કા જાણે સૌરાષ્ટ્રમાં બેન લાગી ગયા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે અને લોકો દસ ના સિક્કા લેતા ડરે છે પરંતુ કેમ ડરે છે એ લોકોને હજુ ખબર પડી નથી ત્યારે આ પ્રશ્નનું નિરાકરણ ઝડપથી આવે તેવું લોકોએ જણાવ્યું છે.
આ મામલે મોરબીના નવા બસ સ્ટેન્ડ પાસે ચા અને કેન્ટીન ધરાવતા હરપાલસિંહ એ જણાવ્યું હતું કે મોરબીમાં દસ રૂપિયા ના સિક્કા ચલતા જ નથી જેને લઈને મુસાફરો ને ભારે હાલાકી ભોગવવી પડે છે ઘણા પેસેન્જરોને તો પગારમાં જ દસના સિક્કા આપી દેવામાં આવે છે પરંતુ આવા લોકોને ખબર નથી હોતી કે તેઓને ભૂખ્યા રહેવું પડે છે જો કે હરપાલસિંહ દ્વારા જરૂરીયાત કે મોડી રાત્રીના આવતા મુસાફરોને પોતે દસના સિક્કા રાખી અને દસ રૂપિયા ની નોટ આપે છે જેથી તે અન્ય વસ્તુ ખરીદી શકે હાલ આ દસના સિક્કા સૌરાષ્ટ્રમાં ચાલતા નથી અને મોટા વેપારીઓ પણ દસના સિક્કા ચલાવતા નથી જેથી લોકો દસના સિક્કા પોતાની પાસે જમા જ રહર એ ડરથી લેતા નથી ત્યારે સરકારે આ પ્રશ્ન પર ચોકસાઇ કરી તમામ જગ્યાએ આ ચલણ ઉપયોગ માં છે છતાં કેમ ન લેવાય તેના પર નોંધ લઈ કાર્યવાહી કરવી જોઈએ.