મોરબીમાં સોમવારે ચૂંટણીના ઉમેદવારોના ફોર્મ ચકાસણી સમયે તાલુકા સેવાસદનમાં વોર્ડ નં.૧ના ભાજપના ઉમેદવાર અને પૂર્વ પાલિકા પ્રમુખ દેવાભાઈ અવાડિયાના જૂથ અને વોર્ડ નં.૧ના કોંગ્રેસના કાર્યકર કનુભાઈ લાડવાના જૂથ વચ્ચે છુટા હાથની મારામારીના બનાવ બાદ સમાધાન થયું હતું જોકે મોરબીના વાવડી રોડ વિસ્તારમાં આવેલ સોસાયટી પર રહેતા કોંગ્રેસ કાર્યકર કનુંભાઇ ઉર્ફે કર્નલભાઈ નરસીભાઈ લાડલા અને તેમના ભાઈ હરિભાઈ નરસીભાઇ લાડલાના ઘરે સોમવારે સાંજે હથિયાર સાથે ધસી આવેલા શખ્સોએ આતંક મચાવ્યો હતો અને સમગ્ર પરિવાર તેમજ આસપાસના વિસ્તારને બાનમાં લઈ કાયદો વ્યવસ્થાના જાણે ભય જ ન હોય તે રીતેએ આરોપીઓએ ધોકા પાઇપ જેવા હથિયારથી બન્ને ભાઈ પર જીવલેણ હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી જે બનાવમાં આઠ શખ્શો સામે ગુન્હો નોંધાયા બાદ પોલીસે ઇમરાન જેડો, વિપુલ અવાડીયા, કાનભા ગઢવી, રફીક જામ, અસલમ શેખ અને જુનેદ ઉર્ફે લાલો એમ છને ઝડપી લીધા હતા અને ઝડપાયેલા આરોપીને કોર્ટમાં રજુ કર્યા બાદ જામીન ના મંજૂર થતા જેલહવાલે કરવામાં આવ્યા છે.