મોરબીની બારશાખ રાજપૂત શેરીમાં રવિવારે બપોરે ફાયરિંગ અને મારામારીનો બનાવ બન્યો હતો અને હથિયારો વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો જેમાં ગોળી વાગવાથી ઇજા પામેલા એક યુવાનનું અને સામાપક્ષે હથિયાર વાગવાથી એક યુવાનનું મોત થયું હતું આ બનાવમાં બને પક્ષેથી સામસામી ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેમાં એ ડિવિઝન પોલીસે હાલમાં મોરબી સુન્ની મુસ્લિમ સમાજના પ્રમુખ સહિત એક પક્ષના છ આરોપીની પોલીસે ધરપકડ કરેલી છે અને બાકીના આરોપીઓને શોધવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે.
મોરબી શહેરના શક્તિ ચોક પાસે આવેલ બારશાખ શેરીમાં ગત રવિવારે બાઇક અથડાયા બાદ સામસામી મારામારીનો બનાવ બન્યો હતો ત્યારે ઘાતક હથિયારો સાથે સામસામે મારામારી થઈ હતી તેમજ સ્થળ ઉપર તેમજ હોસ્પિટલ ખાતે ફાયરિંગ પણ કરવામાં આવ્યા હતા જેમાં ગોળી વાગી જવાથી મોરબી સુન્ની મુસ્લિમ સમાજના પ્રમુખ રફીકભાઈ લોખંડવાલાના દિકરા આદિલ રફીકભાઈ લોખંડવાલાનું મોત થયું છે તો સામાપક્ષે ઈમરાન સલિમભાઈ નામના એક યુવાનને તીક્ષ્ણ હથિયારનો એક જીવલેણ ઘા લાગી ગયો હતો જેથી તેનું મોત નીપજયું હતું જેમાં આ મારામારી અને હત્યાના આ બનાવમાં યુવાનની હત્યા થયેલ હતી જેથી કરીને બંને પક્ષેથી સામસામી ફરિયાદો નોંધાવવામાં આવી છે ત્યારે પોલીસે હાલમાં ઈમરાનની હત્યાના ગુનામાં મોરબી સુન્ની મુસ્લિમ સમાજના પ્રમુખ સહિત કુલ છ આરોપીની ધરપકડ કરેલ છે જેની પોલીસ પાસેથી મળી રહેલી માહિતી મુજબ ઈમ્તિયાઝ હનીફભાઈ કાસમાણીએ નોંધાવેલ ફરિયાદના આધારે આરોપી રફીકભાઈ રજાકભાઈ માંડલીયા, હનીફભાઈ રજાકભાઈ માંડલીયા, અફજલ રફીકભાઈ માંડલીયા, આશીફ રફીકભાઈ માંડલીયા, અરબાજભાઈ અનવરભાઇ પમા તથા આશિકભાઈ ફારૂકભાઈ મોટલાણી નામના છ આરોપીની એ ડિવિઝન પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને સાથે જ કાયદાના સંઘર્ષમાં આવેલા બે બાળકિશોરને પણ તપાસ માટે બોલવવામાં આવ્યા છે.