પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના શોભેશ્વર રોડ પર પાણીના ટાંકા પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી આધારે મોરબી બી ડિવિઝન પોલીસે દરોડો પાડી ત્યાં જુગાર રમતા ગોવિંદભાઈ રઘુભાઈ વઢીયારા, જયંતીભાઈ રઘુભાઈ વઢીયારા, મનુભાઇ નાનુભાઇ વઢીયારા, સંજયભાઈ ઈશ્વરભાઈ વઢીયારા, રામુભાઇ મનજીભાઇ ડાભી અને લાલાભાઇ વેરશીભાઈ વઢીયારાને રોકડ રકમ રૂ.૨૪૬/- સાથે પકડી પાડી કાયદસરની કાર્યવાહી હાથ ધરી છે









