Thursday, April 25, 2024
HomeGujaratમોરબીના બગથળા ગામની સીમમાં આવેલા કારખાનામાં સ્ટાફ ક્વાર્ટરમાં જુગાર રમતા છ પકડાયા

મોરબીના બગથળા ગામની સીમમાં આવેલા કારખાનામાં સ્ટાફ ક્વાર્ટરમાં જુગાર રમતા છ પકડાયા

મોરબીના બગથળા ગામમાં આવેલ ઇવા સિન્થેટિક નામના કારખાનામાં સ્ટાફ ક્વાર્ટરમાં જુગાર ધામ ચાલતું હોવાની બાતમીના આધારે એલસીબી પીઆઈ વી.બી.જાડેજા, પીએસઆઇ એન.બી.ડાભી અને સ્ટાફનાએ દરોડો પાડી જુગાર રમતા હરજીવનભાઈ હિરજીભાઈ પટેલ (રહે. ન્યુ વ્રજ વાટીકા રવાપર રોડ) , પ્રાણજીવનભાઈ હિરજીભાઈ પટેલ (રહે. યદુનંદન સોસાયટી 21, રવાપર રોડ) , અરવિંદભાઈ છગનભાઇ પટેલ (રહે. ચંદ્રેશનગર, શનાળા રોડ, મોરબી) , હરજીવનભાઈ વિઠ્ઠલભાઈ પટેલ (રહે. વિવેકાનંદ નગર ૧, રવાપર રોડ મોરબી) , ભાણજી દેવજી પટેલ (રહે. સુંદરમ એપાર્ટમેન્ટ રવાપર રોડ મોરબી) , જયેશભાઈ ઉર્ફે કાળુંભાઈ મનસુખભાઇ પટેલ (રહે.સુંદરમ એપાર્ટમેન્ટ રવાપર રોડ મોરબી) વાળાને કારખાનામાં સ્ટાફ ક્વાર્ટરમાંથી જુગાર રમતા પકડી પાડ્યા હતા અને તેમની પાસેથી રૂ.૧.૪૪ લાખનો મુદામાલ જપ્ત કરી તાલુકા પોલીસે આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!