મોરબી પંથકમા રવિવારની રજાની મોજ દરમિયાન બેફામ દારૂ ઢીંચી નીકળેલા છ પ્યાસીઓને પોલીસે ઝડપી લીધા હતા આ ઉપરાંત સીટી એ ડિવિઝન પોલીસ સ્ટાફે મોરબીની ઘુનડા ચોકડી નજીકથી છરી સાથે નીકળેલા શખ્સને પકડી પડ્યો હતો.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસે મોરબીના માળીયા ફાટક નજીકથી દારૂ પીધેલી હાલતમાં બાઈક લઈ નીકળેલા ચાલક અમિત રામકુમાર ત્યાગીને ઝડપી લીધો હતો. આ ઉપરાંત રવાપરની ઘુંનડા ચોકડી નજીકથી પીધેલી હાલતમાં બાઈકચાલક ડાયા માયાભાઈ ગોગરા ને દબોચી લીધો હતો.
અન્ય એક બનાવમાં બી ડિવિઝન પોલીસે દારૂ પીધેલી હાલતમાં મહેન્દ્રનગર ચોકડી નજીકથી નીકળેલા મનોજ પ્રેમજી કૈલાને પકડી લીધો હતો તથા મોરબીના વિશિપર મેઈન રોડ પર આવેલ ડિલક્ષ પાસેથી પીધેલી હાલતમાં નીકળેલા ઈમ્તિયાઝ જુનુસ તેલીને ઝડપી લીધો હતો.
આ ઉપરાંત માળીયા મિયાણા પોલીસે મોરબી, કચ્છ હાઇવે પર આવેલ ખીરઇ ગામના પાટિયા નજીકથી દારૂ પીધેલી હાલતમાં ટેન્કર ચલાવતા શકું જખાભાઈ જાટિયાને ઝડપી લીધો હતો. તેમજ ટંકારા પોલીસે ટંકારાના મેઘપર જાલા નજીકથી જાહેરમાં ડમડમ હાલતમાં નીકળેલા વનરાજસિંહ મંગળસિંહ ઝાલાને દબોચી લીધો હતો.
બીજી તરફ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટાફે મોરબીની ઘુનડા ચોકડી ખાતેથી છરી સાથે નીકળેલા અક્ષય દેવજીભાઈ રોઢિયાને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.









