Sunday, September 8, 2024
HomeGujaratમોરબીના વાવડી રોડ પર થી છ જુગારીઓ ઝડપાયા

મોરબીના વાવડી રોડ પર થી છ જુગારીઓ ઝડપાયા

મોરબી એ ડિવિઝન પોલીસ દ્વારા મોરબીના વાવડી રોડ પર આવેલ કૃષ્ણનગર -૨ સોસાયટી માંથી જુગાર રમતા છ પત્તાપ્રેમીઓ ને પકડી પાડવામાં આવ્યા છે.

- Advertisement -
- Advertisement -

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ દ્વારા મોરબી ના વાવડી રોડ પર આવેલ કૃષ્ણનગર -૨ સોસાયટીમાં રેઇડ કરવામાં આવી હતી. ત્યારે રેઇડ દરમિયાન સ્ટ્રીટ લાઈટ ના અજવાળે અમુક ઇસમો પત્તા રમતા મળી આવ્યા હતા ત્યારે પોલીસ દ્વારા તેમનું નામઠામ પૂછતા તેઓ પ્રભુભાઇ ભગવાનજીભાઇ ચાવડા, રમેશભાઇ જીવરાજભાઇ પરમાર,નિલેશભાઇ ધરમશીભાઇ છત્રોલા, કિશોરભાઇ નાથાભાઇ પરમાર,રાકેશભાઇ રમેશભાઇ પરમાર,જીજ્ઞેશભાઇ મોહનભાઇ નાગપરા જુગાર રમતા મળી આવ્યા હતા ત્યારે પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી છે..ઉપરાંત તેમની પાસે થી ૩૩,૨૫૦/- ની રોકડ કબજે કરવામાં આવી છે. જુગારધારા અન્વયે ગુન્હો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!